નેશનલ

US Deported Indians: પંજાબ સરકારની મોટી કાર્યવાહી, 40 ટ્રાવેલ એજન્ટ્સના લાઈસન્સ રદ્દ

અમૃતસર: અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા ભારતીય નાગરિકોને પરત મોકલ્યા બાદ આ મામલે પંજાબ સરકારે કાર્યવાહીનો આરંભ કરી દીધો છે. આ મામલે સરકારે મોટી કાર્યવાહી કરીને ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરકારે ગેરકાયદે વિદેશ મોકલવાના નેટવર્ક પર કાર્યવાહી કરતાં 40 ટ્રાવેલ એજન્ટના લાઈસન્સ રદ્દ કરી દીધા છે.

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે રવિવારે જ નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિશેષ વિમાનથી 12 ભારતીય નાગરિકને પરત મોકલવામાં આવ્યા હતા. આ વિમાન દ્વારા પ્રથમ વખત પનામાથી ગેરકાયદે વસતા નાગરિકોને લાવવામાં આવ્યા હતા. આ પૂર્વે 332 ગેરકાયદે નાગરિકને પરત મોકલવામાં આવ્યા હતા, જે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા.

Also read: અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…

ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધ બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી.

ઓપરેશન હજુ પણ રહેશે યથાવત
અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં વસતા ગેરકાયદે વસતા નાગરિકો સામે કાર્યવાહીનો દોર ચાલુ છે. અત્યાર સુધીમાં ત્રણ વિશેષ વિમાન મારફતે અમેરિકાથી ગેરકાયદે વસતા નાગરિકોને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે અમેરિકામા હજુ મોટી સંખ્યામાં ગેરકાયદે ભારતીય નાગરિકો વસે છે, આથી અમેરિકાનું આ ઓપરેશન આવનારા મહિનાઓમાં પણ ચાલી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button