કેવી રીતે પંજાબમાં પૂર આવ્યું? પંજાબના 1900 ગામડાંઓ પૂરથી પ્રભાવિત, સરકારે શું કર્યું? | મુંબઈ સમાચાર
નેશનલ

કેવી રીતે પંજાબમાં પૂર આવ્યું? પંજાબના 1900 ગામડાંઓ પૂરથી પ્રભાવિત, સરકારે શું કર્યું?

પંજાબ: પંજાબમાં અત્યારે પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. પંજાબમાં આ સિઝનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.

પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામડાંઓમાં અત્યારે પૂર આવ્યું છે. આ દરમિયાન 43 લોકોના મોત પણ થયાં છે, જ્યારે 21,000 લોકોને સ્થળાંતર પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 159 રાહત શિબિરોમાં 1478 લોકો રહી રહ્યા છે.

આપણ વાંચો: ગુજરાતના ઉકાઈ  ડેમમાંથી પાણી છોડાયું, સુરતની કીમ નદીમાં પૂર

પૂરના કારણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સૌથી વધુ નુકસાન

મળતી જાણકારી પ્રમાણે પૂરને કારણે ગુરદાસપુર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. આ જિલ્લાના 324 ગામો અને 40,169 હેક્ટર ખેતીલાયક જમીન અત્યારે પાણીમાં ગરકાવ છે. આ સાથે સાથે ફિરોઝપુર, અમૃતસર, હોશિયારપુર, કપૂરથલા અને સંગરુરમાં પણ પૂરને કારણે ઘણું નુકસાન થયું છે.

ખાસ કરીને હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ નોધાયો તેના કારણે સતલુજ, વ્યાસ, રાવી નદીઓમાં પાણીના સ્તરમાં ખૂબ જ વધારો થયો છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ મોદીએ વચન પાળ્યું, હવે પૂરો લાભ લોકોને મળે એ જરૂરી…

આખરે શા કારણે પંજાબમાં પૂર આવ્યું?

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘગ્ગર નદીના કિનારા પર વધતા જતા અતિક્રમણને પણ પૂર માટે જવાબદાર માનવામાં આવતું હતું. નદીઓમાં કાંપ અને પાણીના સંચયને કારણે, તેમની પાણી સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થયો.

જેથી અત્યારે પંજાબ પૂરમાં કારણે પરેશાન થઈ રહ્યું છે. પૂરના કારણે અનેક નદીઓને ખૂબ જ નુકસાન થયું છે. ભારતીય સેના, બીએસએફ, એનડીઆરએફ અને રાજ્ય પોલીસ દ્વારા સામાન્ય લોકોના સહયોગથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સેલિબ્રિટીઓ પંજાબમાં રાહત કાર્યો માટે આગળ આવ્યાં

પંજાબમાં આવેલા પૂરના કારણે સોનુ સૂદ, રણદીપ હુડા, દિલજીત દોસાંઝ, રાજ કુંદ્રા અને ગિપ્પી ગ્રેવાલ જેવા સેલિબ્રિટીઓ પણ પંજાબમાં રાહત કાર્યોમાં યોગદાન આપવા માટે આગળ આવ્યા છે. આ સાથે સાથે નેતાઓ પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે. પંજાબની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે.

પ્રશ્ન એ થાય છે કે, આખરે શા માટે સરકાર દ્વારા પહેલા કોઈ કામગીરી કરવામાં ના આવી? પૂર આવી શકે છે તેના વિશે કેમ પંજાબ સરકારે કોઈ જાણકારી ના રાખી? આવા તો અનેક પ્રકારના સવાલો અત્યારે થઈ રહ્યાં છે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના સંસદીય ભંડોળમાંથી રાહત પહોંચી રહ્યાં હોવાનં પણ જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button