નેશનલ

MMS વાયરલ કરનાર લોકો સાવધાન: BNSની આ કલમ હેઠળ થશે કડક કાર્યવાહી

નવી દિલ્હી: આજના સમયમાં યુવાપેઢી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થવા ઈચ્છે. ફેમસ થવાના ચક્કરમાં કન્ટેન્ટ ક્રિએટર્સ (ઇન્ફ્લુએન્સર) વધુ લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની દોડમાં ઘણીવાર કાયદાની સીમાઓ ઓળંગી જાય છે. કેટલાક લોકો પોતાની અંગતપળોનો વીડિયો કે MMS બનાવીને પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર શેર કરે છે. પરંતુ આ કૃત્ય કાયદાની દૃષ્ટિએ ગંભીર ગુનો છે, જેના માટે કડક સજાની પણ જોગવાઈ કરવામાં છે.

ગોપનીયતાના ઉલ્લંઘન બદલ થશે કડક સજા

સોશિયલ મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બે MMS વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયો 15 અને બીજો વીડિયો 19 મીનિટનો છે. આ વારયલ MMSને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ થયો છે. આખરે વીડિયોના ક્રિએટર્સને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ભારતીય કાયદા મુજબ, કોઈની પરવાનગી વિના વ્યક્તિગત કે ખાનગી વિડીયો રેકોર્ડ કરવો કે પ્રસારિત કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાય છે અને તે બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળ થશે સજા

જે કોઈ અન્ય વ્યક્તિના અશ્લીલ ફોટા કે વિડીયો લે છે અથવા પ્રસારિત કરે છે, તેને ભારતીય દંડ સંહિતા (BNS – Bharatiya Nyaya Sanhita) ની કલમ 77 હેઠળ ગુનો ગણવામાં આવે છે. આ જ કાયદો ડીપફેક અથવા AI દ્વારા બનાવેલા અશ્લીલ અથવા હેરફેર કરેલા વિડીયો પર પણ લાગુ પડે છે.

ગુનેગારને તેના કૃત્યના આધારે બે શ્રેણીમાં સજા થઈ શકે છે. પ્રથમ વખતનો ગુનેગાર પર ઓછામાં ઓછા એક વર્ષની જેલ (ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે) અને દંડની સજા થઈ શકે છે. જો ગુનેગાર ગુનાનું પુનરાવર્તન કરે છે, તો તેને સાત વર્ષ સુધીની કેદની સજા અને દંડની સજા થશે. આમ, વધુ લાઈક્સ મેળવવાની લાલચમાં કરવામાં આવેલું આ કૃત્ય કન્ટેન્ટ ક્રિએટર્સને લાંબા સમય માટે જેલ ભેગા કરી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button