નેશનલ

WFI હેઠળ સિલેક્શન ટ્રાયલમાં ઉતરવાનો પુનિયાનો ઇનકાર, રોક લગાવવા કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ આગામી રાષ્ટ્રીય ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યુએફઆઇ)ના આમંત્રણને ફગાવતા અનુભવી કુસ્તીબાજ બજરંગ પુનિયાએ દિલ્હી હાઇ કોર્ટમાં ઇમર્જન્સી સંયુક્ત અરજી દાખલ કરીને 10 અને 11 માર્ચના રોજ ડબલ્યુએફઆઇ દ્ધારા આયોજિત પસંદગી ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી છે.

વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને કોર્ટમાં અરજી કરી છે, જ્યારે આ કેસની સુનાવણી શુક્રવારે થશે. બજરંગ પુનિયાએ અરજી દાખલ કરવાની પુષ્ટી કરી નથી, પરંતુ ભારતીય કુસ્તી અંગે સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.

છેલ્લા બે મહિનાથી રશિયામાં પ્રેક્ટિસ કરી રહેલા બજરંગે મીડિયાને કહ્યું હતું કે જો સંજય સિંહના નેતૃત્વ હેઠળના ડબલ્યુએફઆઇ દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે તો તે તેમાં ભાગ લેશે નહીં. તેણે કહ્યું હતું કે જો મારે ટ્રાયલ્સમાં ભાગ ના લેવો હોત તો હું મારી પ્રેક્ટિસ પર 30 લાખ રૂપિયા ખર્ચ ના કરત પરંતુ સસ્પેન્ડેડ ડબલ્યૂએફઆઇ ટ્રાયલનું સંચાલન કેવી રીતે કરી રહ્યું છે? સરકાર આને કેવી રીતે મંજૂરી આપી શકે?

તેણે કહ્યું હતું કે મને સમજાતું નથી કે ભારત સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયેલી રમત સંસ્થા ટ્રાયલની જાહેરાત કેવી રીતે કરી શકે. સરકાર કેમ ચૂપ છે? એડ-હોક કમિટી અથવા સરકાર ટ્રાયલ કરશે તો જ અમે તેમાં ભાગ લઈશું. બજરંગે કહ્યું કે માત્ર તે જ નહીં પરંતુ સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ પણ ટ્રાયલમાં હાજર નહીં થાય. આ અંગે સાક્ષી અને વિનેશનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત