ટોપ ન્યૂઝનેશનલ

Breaking News : મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત

પૂણે : મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ(Pune Helicopter Crash)થયું છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ અને ચાર ફાયર ફાઇટર છે.

હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

પોલીસે જણાવ્યું હતું કે આએક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બુધવારે સવારે પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત પુણે જિલ્લાના બાવધન વિસ્તારમાં થયો હતો. દુર્ઘટના બાદ તરત જ આગ ફાટી નીકળતાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બે એમ્બ્યુલન્સ અને ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button