અયોધ્યા નજીક બનનારી ભવ્ય મસ્જિદનું પુણે સાથે શું કનેક્શન છે જાણો છો

પુણે: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર (Ram Mandir)નું ઉદ્ઘાટન થવાનું છે. તે સાથે અયોધ્યા નજીક આવેલા ઘન્નીપુર ખાતે ‘મહોમ્મદ બિન અબ્દુલ્લા’ નામની એક ભવ્ય મસ્જિદ પણ બનાવવામાં આવવાની છે. આ મસ્જિદની ડિઝાઇન મહારાષ્ટ્રના પુણેના આર્કિટેક ઇમરાન શેખે બનાવી છે. તેમ જ અયોધ્યા નજીક બનાવવામાં આવતી આ ભવ્ય મસ્જિદના બાંધકામ પર નજર રખવાનું કામ મહારાષ્ટ્રમાં ભાજપના નેતા હાજી અરતાફ શેખને આપવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે મસ્જિદનું પણ નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મસ્જિદને નિર્માણ માટે ઇન્ડો-ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન (IICF)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. IICF દ્વારા મસ્જિદ માટે ફન્ડિંગ જમા કરવામાં આવી રહ્યું છે. મસ્જિદને બાંધકામ માટે પૂરતું ભંડોળ ન મળતા કામ રાખડી પડ્યું હતું, પણ હવે ફરીથી કામને શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ભાજપના હાજી અરતાફ શેખની નવેમ્બર 2023માં IICFના વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી હવે મસ્જિદના બાંધકામ માટે દરેક પ્રયત્નો કવામાં આવશે એવી જાહેરાત તેમણે કરી હતી.
અયોધ્યા મસ્જિદ બાબતે IICFના વડા હાજી અરતાફ શેખે જણાવ્યું હતું કે આ મસ્જિદ દેશની આ મસ્જિદ દેશની સૌથી મોટી મસ્જિદોમાંથી એક હશે. અયોધ્યાની મસ્જિદ માટે દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ડીન દ્વારા આ મસ્જિદના પ્લાનમાં 4,500 ચો. સ્કેવર મીટરના જમીન પર હોસ્પિટલ, કમ્યુનિટી કિચન, લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર પણ બનાવવાની યોજના બનાવી હતી. આ મસ્જિદ તાજમહેલ કરતાં પણ વધુ સારી હશે. આ મસ્જિદમાં દુનિયાની સૌથી મોટી 21 ફૂટ ઊંચાઈની કુરાન પણ રાખવામા આવવાની છે, એવી માહિતી શેખે આપી હતી.
પુણેના આર્કિટેક્ટ ઇમરાન શેખ દ્વારા નવી ડિઝાઇનને ફેબ્રુઆરીએ સુધી તૈયાર કરવામાં આવશે. આ મસ્જિદમાં પાંચ મિનાર ઊભા કરવામાં આવશે. આ પાંચ મિનાર વાળી દેશની પહેલી મસ્જિદ બનશે. મસ્જિદમાં લગાવવામાં આવેલા દીવા સૂર્યોદય થતાં પોતાની જાતે પ્રગટશે. તેમ જ મસ્જિદ નજીક એક એકવેરિયમ પણ બનાવવામાં આવશે. આ મસ્જિદનું બાંધકામ 2024ના ચોમાસા પછી શરૂ કરવામાં આવે એવી માહિતી શેખે આપી હતી.