મુંબઈ : દેશની જાહેર ક્ષેત્રની કંપની ITI લિમિટેડને રુપિયા 4,559 કરોડના ઓર્ડર મળ્યા છે. કંપનીએ કહ્યું કે તે ભારત નેટ ફેઝ-3 પ્રોજેક્ટના કુલ રુપિયા 4,559 કરોડના 3 પેકેજો માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની બની છે. કંપનીનો હેતુ ઘણા રાજ્યોમાં ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મજબૂત કરવાનો છે. કંપનીએ કન્સોર્ટિયમ સાથે ભાગીદારીમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુર માટે પેકેજ નંબર 15 રુપિયા 1,537 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. જેના પગલે કંપનીનો શેર આજે બજારમાં(Stock Market)ફોકસમાં રહેશે.
કુલ ઓર્ડર રુપિયા 3,022 કરોડ
આ ઉપરાંત, ITI લિમિટેડ હિમાચલ પ્રદેશમાં પેકેજ નંબર 8 અને પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ માટેના પેકેજ નંબર 9 માટે L1 બિડર તરીકે ઉભરી આવી છે. જેનો કુલ ઓર્ડર રુપિયા 3,022 કરોડ છે. ભારતનેટ ફેઝ-3 પ્રોજેક્ટને 16 પેકેજોમાં વહેંચવામાં આવ્યો છે. જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લે છે.
Also Read – રૂપિયા રાખો તૈયાર, ખુલી રહ્યો છે વધુ એક IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી જ તેજી…
કંપનીના સ્ટોકની કામગીરી
શુક્રવારે કંપનીનો શેર 11.34 ટકાના વધારા સાથે રુપિયા 296.70 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 14.60 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 384.30 રૂપિયા છે.
નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.