પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અચાનક અવસાન: વડાપ્રધાન મોદીએ ફોન કરો સાંત્વના પાઠવી

નવી દિલ્હી: ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પીટી ઉષાના પતિ વેંગલીલ શ્રીનિવાસનનું આજે શુક્રવારે વહેલી સવારે અવસાન થયું, જેના કારણે પરિવાર અને રમતગમત સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી છે. વાડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીટી ઉષા સાથે ફોન પર વાત કરી અને સાંત્વના પાઠવી છે.
અહેવાલ મુજબ આજે શુક્રવારે વહેલી સવારે 67 વર્ષીય શ્રીનિવાસન કેરળના કોઝિકોડ જિલ્લામાં આવેલા પયોલી ખાતેના તેમના નિવાસસ્થાને પડી ગયા હતાં. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, પરંતુ ડોક્ટર તેમનનો જીવ ન બચાવી શક્યા. અંતિમ સંસ્કારનો સમય અંગે હજુ કોઈ માહિતી આપવામ આવી નથી.
નોંધનીય છે કે પીટી ઉષા સંસદના ચાલી રહેલા સત્રમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં હતાં, પતિના અચાનક અવસાનના સમાચાર મળતા તેઓ પાયોલી રવાના થયા હતાં.
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે પણ વી. શ્રીનિવાસનના આવાસના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ વી. શ્રીનિવાસનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

કોણ હતાં શ્રીનિવાસન?
શ્રીનિવાસન નિવૃત કેન્દ્રીય અધિકારી હતાં. શ્રીનિવાસન પીટી ઉષાને તેમની કારકિર્દી દરમિયાન સતત પ્રોત્સાહન આપતા રહ્યા હતાં. વર્ષ 1991માં શ્રીનિવાસન અને પીટી ઉષાના લગ્ન થયા હતાં. 1998માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઉષાના કમબેકમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સમાં સક્રિયરીતે કાર્યરત હતાં, આ સ્કૂલમાંથી જેણે ટિંકુ લુકા અને જિસ્ના મેથ્યુ સહિત કેટલાક આંતરરાષ્ટ્રીય એથ્લીટ બહાર આવ્યા છે.
શ્રીનિવાસન નજીકના લોકોના જણાવ્યા મુજબ તેઓ શિસ્તબદ્ધ, મૃદુભાષી અને રમતગમતને પ્રોત્સાહન આપવા અને સમાજ સેવામાં સતત પ્રવૃત રહેતા હતાં.



