પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની હત્યા, હરિયાણાની ‘સાયકો કિલર’ માની ધરપકડ…

પાનીપત: આપણે ત્યાં મા વિશે કહેવાય છે કે ‘મા તે મા, બીજા વગડાના વા’ પરંતુ હરિયાણાના પાનીપતના એક કિસ્સાએ મા-સંતાનના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આ ચકચાર મચાવનારા કિસ્સામાં 34 વર્ષીય વિકૃત મહિલાએ ઈર્ષ્યા અને વિકૃત માનસિકતાને કારને પોતાના જ ત્રણ વર્ષના દીકરા સહિત ચાર માસૂમ બાળકોની હત્યા કરી નાખી. પોલીસે આરોપીની આરોપી પૂનમે કબૂલ્યું હતું કે તે માત્ર એ જ બાળકોને નિશાન બનાવતી હતી કે જે તેમના બાળકથી સુંદર અને દેખાવડા લાગતાં હતા.
પોલીસે ખુલાસો કર્યો છે કે 34 વર્ષીય પૂનમ નામની મહિલા છેલ્લા બે વર્ષમાં ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે, જેમાં તેનો પોતાનો ત્રણ વર્ષનો દીકરો પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમે પૂછપરછમાં જણાવ્યું છે કે તેને એવા બાળકોને મારી નાખવાની ‘ગૂંચવણભરી ઇચ્છા’ થતી હતી જે તેને તેના પોતાના બાળકો કરતાં વધુ સુંદર લાગતા હતા.
પાણીપત એસપી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે મહિલા સુંદર દેખાતી બાળકોને નિશાન બનાવતી હતી. 2023માં પણ આ મહિલાએ બે બાળકીઓની હત્યા કરી હતી. બાદમાં શંકા ન જાય તે માટે તેણે પોતાના દીકરાને પણ મારી નાખ્યો હતો. હવે ચોથા બાળકની હત્યા કર્યા બાદ તે પકડાઈ ગઈ છે. એસપીએ જણાવ્યું કે મહિલાના મગજમાં એવું હતું કે કોઈ બાળકી મોટી થઈને મારા કરતાં વધુ સુંદર ન બની જાય. તેથી તેણે બાળકીઓની હત્યા કરી.
મહિલાની ધરપકડ બાદ પાણીપત એસપીએ જણાવ્યું કે પૂછપરછમાં મહિલાએ શું શું જણાવ્યું. મહિલાએ કહ્યું – તે સુંદર બાળકીઓને નિશાન બનાવતી હતી. તે પોતાના સગા-સંબંધીઓ અને પરિવારની બાળકીઓની હત્યા કરી નાખતી હતી. તેની વિચારસરણી ‘સાયકો કિલર’ જેવી છે. તે સુંદર બાળકીઓથી નફરત કરે છે. તેણે પોતાના દીકરાની પણ હત્યા કરી. પહેલા બે બાળકીઓની હત્યા કરી. બાદમાં શંકા ન થાય તે માટે પોતાના દીકરાને પણ મારી નાખ્યો.



