નેશનલ

Sikkim ના મુખ્યમંત્રી તરીકે Prem Singh Tamang આજે શપથ લેશે

ગંગટોક : સિક્કિમના(Sikkim)મુખ્યમંત્રી તરીકે પ્રેમ સિંહ તમાંગ(Prem Singh Tamang)આજે શપથ લેશે. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ પાલજોર સ્ટેડિયમ ખાતે 10 જૂને પ્રેમ સિંહ તમાંગ અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે તેના કાર્યકરો અને સામાન્ય લોકોને આમંત્રણ આપ્યું હતું. તમંગ આજે બીજી વખત સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

પક્ષના કાર્યકરો લોકોને શપથ સમારોહમાં હાજર રહેવા વિનંતી

સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 32માંથી 31 બેઠકો જીતી છે. પ્રેમ સિંહ તમંગ રેનોક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તમંગે તેમના નજીકના હરીફ સોમનાથ પૌડ્યાલને 7,044 મતોથી હરાવ્યા હતા. મુખ્યમંત્રીને 10,094 વોટ મળ્યા જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના પૌડ્યાલને 3,050 વોટ મળ્યા.

સાંજે 4 વાગ્યે પાલજોર સ્ટેડિયમમાં યોજાશે

પાર્ટીના મહાસચિવ પવન ગુરુંગે કહ્યું, પક્ષના તમામ કાર્યકર્તાઓ, સંબંધિત સંસ્થાઓ/શાખાઓના સભ્યોને જાણ કરવામાં આવે છે કે માનનીય મુખ્યમંત્રી પીએસ તમંગ અને તેમના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂનના રોજ સાંજે 4 વાગ્યે પાલજોર સ્ટેડિયમમાં યોજાશે. અમે પાર્ટીના તમામ કાર્યકરો, સમર્થકો અને જનતાને આ ઐતિહાસિક અવસર પર હાજર રહેવા વિનંતી કરીએ છીએ.

સમારંભ માટે કોઈ પાસની જરૂર નથી

સિક્કિમ ક્રાંતિકારી મોરચાના પદાધિકારીએ કહ્યું કે આમંત્રણ બધા માટે છે અને ફંક્શનમાં હાજરી આપવા માટે કોઈ પાસની જરૂર નથી. શિક્ષણ વિભાગે ગંગટોક મ્યુનિસિપલ કોર્પોરેશનની સીમા હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓને 10 જૂને મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button