નેશનલ

બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રિય બજેટ 2026 રજૂ કર્યું, આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્ર માટે જાહેરાતો કરી. બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

બજેટમાં ખાસ કરીને નાળિયેર, ચંદન, કોકો અને કાજુ જેવા હાઈ વેલ્યુ ક્રોપને પ્રોત્સાહન માટે જાહેરાતો કરવામાં આવી છે. ઉત્તરપૂર્વમાં અગરના વૃક્ષોને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં બદામ, અખરોટ અને પાઈન નટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

નારિયેળના ખેડૂતો માટે મહત્વની જાહેરાત:

કેન્દ્રીય બજેટ 2026 રજુ કરતા નિર્મલા સીતારમણે નારિયેળ પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી, જેનો લાભ 1 કરોડ ખેડૂતો સહીત 3 લોકોને લાભ થશે. આ યોજના હેઠળ જ્યાં નારિયેળનું ઉત્પાદન થાય છે એ રાજ્યોમાં જૂના અને બિનઉત્પાદક વૃક્ષોને બદલે સુધારેલી જાતોના નાળીયેરના વૃક્ષો રોપવા જેવા કર્યોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભારત વિશ્વનો સૌથી મોટો નારિયેળ ઉત્પાદક દેશ છે

કાજુ અને કોકોના ખેડૂતો માટે યોજના:

બજેટ 2026માં કાજુ અને કોકો ઉત્પાદન અને પ્રક્રિયામાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક ડેડીકેટેડ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી. આ પ્રોગ્રામનો હેતુ કાજુ અને કોકોની નિકાસ વધરવા અને 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે.

ચંદનને ઉપ્પાદનને ટેકો મળશે:

નાણાપ્રધાન સીતારમણે જાહેરાત કરી કે ચંદનની ખેતી અને લણણી પછીની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. ભારતીમાં ચંદન ઇકોસિસ્ટમને ફરી ગૌરવ અપવવા માટે યોજના શરુ કરવામાં આવશે.

અખરોટ, બદામ અને પાઈન નટ્સ માટે પ્રોગ્રામ:

સરકાર અખરોટ, બદામ અને પાઈન નટ્સની ખેતીના પ્રોત્સાહન માટે ડેડીકેટેડ પ્રોગ્રામ શરુ કરવામાં આવશે, જે હેઠળ ઓછી ઉપજ આપતા બગીચાઓને પુનર્જીવિત કરવા અને હાઈ ડેન્સીટી ખેતનો વ્યાપ વધારવા પ્રયાસ કરવામાં આવશે. યુવાનોને કૃષિ-ઉદ્યોગોમાં જોડાવા પ્રોત્સાહન આપવામાં આવશે.

Bharat-VISTAAR પહેલ:

બજેટ 2026માં એક ખેડૂતો માટે AI-બેઝ્ડ પ્લેટફોર્મ Bharat-VISTAAR (વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ) ની જાહેરાત કરવામાં આવી, આ પ્લેટફોર્મને એગ્રીસ્ટેક પોર્ટલ અને ICAR સાથે જોડવામાં આવશે. આ સાધન ખેડૂતોને કસ્ટમાઇઝ્ડ એડવાઈઝ સર્વિસ આપશે, જેનાથી કૃષિને લગતા નિર્ણય લેવામાં મદદ મળશે.

પશુ પાલન અને મત્સ્યપાલન:

નિર્મલા સીતારમણે 500 જળાશયો અને અમૃત સરોવરોને જોડીને મત્સ્યઉદ્યોગ મજબૂત બનાવવાની જાહેરાત કરી. પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની તકો વધારવા માટે એન્ટરપ્રેન્યોરશીપ વિકાસની જાહેરાત કરવામાં આવી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button