Bharat Bandh : બિહારમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે બ્લોક કર્યો, માયાવતીએ આપ્યું બંધને સમર્થન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન આપ્યું છે. જેમાં બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારીઓએ ભારત બંધના સમર્થનના નેશનલ હાઇવે 83 ને બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પટનામાં પણ આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ ભારત બંધના સમર્થનમાં રસ્તા પર વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભારત બંધને બસપાનું સમર્થન
જ્યારે બહુજન સમાજ પાર્ટીએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, “ભારત બંધને બસપાનું સમર્થન, ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોના અનામત વિરોધી ષડયંત્રના લીધે કારણે તેને બિનઅસરકારક બનાવીને તેનો સમાપ્ત કરવાની રણનીતિને કારણે 1 ઓગસ્ટ 2024ના રોજ SC/STના પેટા-વર્ગીકરણ અને તેમાં ક્રીમીલેયર સબંધી સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ લોકોમાં આક્રોશ અને નારાજગી છે.”
રાજકીય પક્ષો રમત ના રમે
માયાવતીએ કહ્યું, “આ સંદર્ભમાં, આ વર્ગના લોકોએ ‘ભારત બંધ’ અંતર્ગત આજે સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે જેમાં બંધારણીય સુધારા દ્વારા અનામતમાં થયેલા ફેરફારને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ બંધ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરવામાં આવી છે. એસસી-એસટીની સાથે સાથે ઓબીસી સમુદાયને પણ અનામતનો બંધારણીય અધિકાર મળ્યો છે જે ડો. ભીમરાવ આંબેડકરની સતત લડતનું પરિણામ છે. જેની જરૂરિયાત અને સંવેદનશીલતાને ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ તેમની જરૂરિયાત મુજબ બદલીને તેની સાથે રમત ના રમે.
આ રાજ્યોમાં જોવા મળશે બંધની અસર
આ ભારત બંધની અસર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા , મધ્ય પ્રદેશ જેવા રાજયોમાં વધુ જોવા મળી શકે તેમ છે. જ્યારે રાજસ્થાનના આ બંધની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. આ સંદર્ભે રાજસ્થાનમાં તમામ જિલ્લા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ તમામ એસપીને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા આદેશ આપ્યા છે. તેમજ પોલીસને બંધનું એલાન આપનારા સંગઠનના પ્રતિનિધીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરવા પણ જણાવ્યું છે.
Also Read –