પ્રિયંકા ગાંધીએ Rahul Gandhi ને જન્મદિનની શુભેચ્છા પાઠવી, કહ્યું હંમેશા મિત્ર રહેજો
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi)ભાઈ અને સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) જન્મદિવસની(Birthday)શુભેચ્છા પાઠવી. રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવતા પ્રિયંકાએ કહ્યું કે તમે હંમેશા મારા મિત્ર અને માર્ગદર્શક રહેશો. રાહુલ ગાંધી આજે 54 વર્ષના થઈ ગયા છે. કોંગ્રેસ નેતાનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ફિલોસોફર અને નેતા રહેજો
પોતાની અને રાહુલની તસવીર શેર કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું, “મારા પ્રિય ભાઈને જન્મદિવસની શુભકામનાઓ, જેનું જીવન, બ્રહ્માંડ અને અન્ય વસ્તુઓનો લઇને દૃષ્ટિકોણ રસ્તાને રોશન કરે છે. હંમેશા મારા મિત્ર, મારા સહયાત્રી, તર્કશીલ માર્ગદર્શક, ફિલોસોફર અને નેતા રહેજો, ચમકતા રહો તમને સૌથી વધુ પ્રેમ ” પ્રિયંકાએ શેર કરેલી તસવીર એક રાજકીય કાર્યક્રમ સાથે સંબંધિત છે. આમાં બંને હસતા જોઈ શકાય છે.
તમે સત્તાને સત્યનો અરીસો બતાવ્યો : મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ કહ્યું, “રાહુલ ગાંધીને જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને લાખો અજાણી અવાજો પ્રત્યેની તમારી શક્તિશાળી કરુણા એ એવા ગુણો છે જે તમને અન્ય લોકોથી અલગ પાડે છે.”
તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટીની વિવિધતા, સંવાદિતા અને કરુણામાં એકતાની નીતિ તમારા તમામ કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. કારણ કે તમે સત્તાને સત્યનો અરીસો બતાડી છેવાડાના માણસના આંસુ લૂછવાનું તમારું મિશન ચાલુ રાખો છો. સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા “
રાહુલ ગાંધી અનેક મજબૂર લોકોનો અવાજ : વેણુગોપાલ
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ રાહુલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, “હું મારી જાતને એ લાખો ભારતીય નાગરિકોમાં સામેલ કરું છું જેઓ અમારા પ્રિય નેતા રાહુલ ગાંધીજીને શુભેચ્છા પાઠવે છે. રાહુલ ગાંધી ભારતના ગરીબો, વંચિતો અને પછાત નાગરિકોના નિર્વિવાદ નેતા છે. તેઓ મજબૂર લોકોનો અવાજ છે. નબળા લોકો માટે શક્તિનો સ્ત્રોત છે. બંધારણના રક્ષક છે, ન્યાયના યોદ્ધાઓ છે અને ગૌરવશાળી ભવિષ્ય માટે દેશની ઉજ્જવળ આશા છે.”