પ્રિયંકા ગાંધી સામે આ પક્ષ ઉતારશે ઉમેદવાર, વાયનાડથી લડવાનો નિર્ણય ભારે ન પડે

વાયનાડઃ કૉંગ્રેસે (Congress) ઉત્તર પ્રદેશમાં પગદંડો જમાવેલી પ્રિયંકાને (Priyanka Gandhi) કેરળની બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ બે બેઠકમાંથી રાયબરેલી પોતાની પાસે રાખતા હવે વાયનાડની બેઠક પર પેટાચૂંટણી થશે. ત્યારે સવાલ એ છે કે પ્રિયંકાને કેરળની બેઠક પર લડાવવાનો નિર્ણય સાચો છે કે પછી પ્રિયંકાને યુપીની કમાન આપવી હતી અને રાયબરેલીની બેઠક પર પેટાચૂંટણી કરાવવાની જરૂર હતી. જોકે વાયનાડ પણ કૉંગ્રેસ માટે મજબૂત બેઠક માનવામાં આવે છે, પણ અહીં પ્રિયંકા માટે પડકારો છે.
પ્રિયંકા ગાંધી માટે આ રસ્તો આસાન નહીં હોય તેમને ટક્કર આપવા માટે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ વાયનાડ સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.
લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટનો ભાગ બનેલી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ મંગળવારે કહ્યું કે વાયનાડ લોકસભા સીટ તેમની સાથે છે અને તેમના ઉમેદવાર પેટાચૂંટણી લડશે. પાર્ટીએ માહિતી આપી કે તે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સામે પોતાનો ઉમેદવાર ઉતારશે. જ્યારે પ્રિયંકા ગાંધી વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસને ગમે ત્યાં પોતાનો ઉમેદવાર ઉતારવાની સ્વતંત્રતા છે.
આ પણ વાંચો : Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ મંગળવારે કહ્યું કે એલડીએફ એવું કંઈ કરશે નહીં જે ભાજપને અનુકૂળ હોય. તેથી અમે ચોક્કસપણે અમારા ઉમેદવારને વાયનાડમાં ઉતારીશું. પાર્ટીએ કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીએ વાયનાડ સીટ ખાલી કરવી હતી તો રાહુલ ગાંધી જેવા અગ્રણી નેતાને દક્ષિણમાં લાવવાની જરૂર ન હતી.
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાએ રાહુલ ગાંધી સામે વાયનાડ લોકસભા બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડી હતી. જો કે રાહુલ ગાંધીએ તેમને હરાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે પાર્ટી આ વખતે પ્રિયંકા સામે કોને ઉમેદવાર બનાવે છે.