નેશનલ

‘Palestine’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યાં પ્રિયંકા ગાંધીઃ ભાજપે કરી ટીકા…

નવી દિલ્હી: હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ વખતના સત્રમાં પહેલી વખત સંસદભવન ગાંધી પરિવારમાંથી પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે. દાદી, પિતા, માતા, ભાઈ પછી ખૂદ પ્રિયંકા ગાંધી પણ ચૂંટણીમાં જીત્યા પછી સંસદભવન પહોંચ્યા પછી એક યા બીજા કારણસર ચર્ચામાં રહે છે. પહેલી વખતના ભાષણ પછી આજે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) તેમની બેગને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે. પ્રિયંકા ગાંધી સંસદમાં તેમની સાથે લાવેલા એક બેગને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો કે તેમના આ પગલાની સતા પક્ષના અમુક સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ફરી પ્રદૂષણે માથું ઊંચક્યું, પાટનગર-NCRમાં GRAP-4 લાગુ

પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદમાં પહોંચ્યા

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો પેલેસ્ટાઈનના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાયો છે. તાજેતરમાં પ્રિયંકા ગાંધી વિવિધ પ્રતીકો સાથે અંગ્રેજીમાં ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગ લઈને સંસદમાં પહોંચ્યા હતા. તેમના આ પગલાને પેલેસ્ટાઈનના સમર્થનમાં અને ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલા સામે અવાજ ઉઠાવવાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે.

પેલેસ્ટાઈન મુદ્દે પ્રિયંકા ગાંધીનું સમર્થન નવું નથી

પેલેસ્ટાઈનને લઈને પ્રિયંકા ગાંધીનું સમર્થન કંઈ નવી વાત નથી. ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની તેઓ ઘણી વખત ટીકા ચૂક્યા છે અને પેલેસ્ટાઇનના લોકોના અધિકારોની તરફેણમાં પોતાનો મત રજૂ કર્યો છે. તાજેતરમાં ઓક્ટોબર 2024માં જ્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના અહેવાલો આવ્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ ઈઝરાયલની નિંદા કરી હતી અને ગાઝામાં હિંસા અને મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ગંભીર મુદ્દા પર નક્કર પગલાં ભરવાની અપીલ કરી.

આ પણ વાંચો : Supreme Court એ પૂછ્યું મસ્જિદમાં “જય શ્રી રામ”ના નારા લગાવવા કેવી રીતે ગુનો ? જાણો સમગ્ર મામલો

ગાંધી પરિવાર પર ભાજપના પ્રહાર

ભાજપે પ્રિયંકા ગાંધીના પેલેસ્ટાઈનના સમર્થન પર નિશાન સાધ્યું છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે ગાંધી પરિવારને તુષ્ટિકરણની આદત છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ અને ગાંધી પરિવાર હજુ પણ તુષ્ટિકરણ કરી રહ્યા છે. આ તુષ્ટિકરણના કારણે જ તેઓ ચૂંટણીમાં હારી રહ્યા છે. તમને ઉલ્લેખનીય છે કે ભારતમાં પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ આબેદ અલરાઝેગ અબુ જાજરે વાયનાડ ચૂંટણીમાં જીત બાદ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button