નેશનલ

બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સાથે પ્રિયંકા ગાંધીએ કરી મુલાકાત

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણુક થતા વધુ એક વિવાદ ઉભો થયો છે. ગઇકાલે સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું એલાન કર્યા બાદ આજે બજરંગ પુનિયાએ પદ્મશ્રી પાછો આપવાની જાહેરાત કરી છે. આ પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સાથે મુલાકાત કરી છે. પ્રિયંકા ગાંધીએ તેમની સાથે બેઠક કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે તેમણે એક મહિલા તરીકે મુલાકાત કરી છે.

ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સંજય સિંહને WFIના પ્રમુખ બનાવવાના વિરોધમાં આજે પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો છે, આ ઉપરાંત તેમણે પીએમ મોદીને નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
બીજી તરફ સાક્ષી મલિકે ગુરુવારે સમગ્ર મામલે એક પત્રકાર પરિષદ કરી હતી અને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીને લખેલા પત્રમાં બજરંગ પુનિયાએ લખ્યું હતું કે, “વડાપ્રધાનજી, આશા છે કે તમે સ્વસ્થ હશો. તમે દેશની સેવામાં વ્યસ્ત હશો. તમારા વ્યસ્ત સમયપત્રક વચ્ચે હું તમારું ધ્યાન કુસ્તી તરફ દોરવા માંગુ છું.

“તમે જાણતા હશો કે આ વર્ષે જાન્યુઆરીમાં મહિલા કુસ્તી ખેલાડીઓએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હું પણ તેમના આંદોલનમાં જોડાયો હતો. સરકારે નક્કર કાર્યવાહી કરવાની વાત કરી તો આંદોલન થંભી ગયું.” તેમ પુનિયાએ કહ્યું.

પોતાની નિરાશા વ્યક્ત કરતા કુસ્તીબાજે લખ્યું હતું કે, “પરંતુ ત્રણ મહિના સુધી બ્રિજ ભૂષણ સામે કોઈ FIR નોંધવામાં આવી ન હતી. અમે એપ્રિલમાં ફરીથી શેરીઓમાં વિરોધ કરવાનું શરૂ કર્યું જેથી પોલીસ કમ સે કમ FIR તો દાખલ કરે.

ન્યુઆરીમાં ફરિયાદ કરનાર મહિલા ખેલાડીઓની સંખ્યા 19 હતી, જે એપ્રિલ સુધીમાં ઘટીને 7 થઈ ગઈ. એટલે કે આ ત્રણ મહિનામાં બ્રિજ ભૂષણે પોતાની તાકાતના આધારે ન્યાયની લડાઈમાં 12 મહિલા કુસ્તીબાજોને હરાવ્યા.”

જ્યારે બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અને સંજય સિંહની ચૂંટણીના વિરોધમાં પોતાનો પત્ર રજૂ કરવા સંસદ પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરજ પર તૈનાત દિલ્હી પોલીસના અધિકારીઓએ તેમને રોક્યા હતા, તેમણે પુનિયા પાસે પરવાનગી માગી હતી જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પરવાનગી થી જો તમે આ પત્ર વડાપ્રધાનને સોંપી શકો તો તેવું કરી આપો.

સાક્ષી મલિકે કહ્યું હતું કે, “અમે દિલથી લડ્યા પરંતુ જ્યારે બ્રિજ ભૂષણ જેવા માણસ, તેના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ તરીકે ચૂંટાઇ રહ્યા હોય, ત્યારે મને કુસ્તી છોડી દેવાનું વધારે યોગ્ય લાગે છે. દીધી. આજ પછી તમે મને આ રમત રમતા જોશો નહિ.”

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય રમત મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે પદ્મશ્રી પરત કરવો એ બજરંગ પુનિયાનો વ્યક્તિગત નિર્ણય હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker