પ્રિયંકા ગાંધીએ કોને આપી દોસ્તીની ઓફર? સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
તેલંગણઃ તેલંગણ ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલી પ્રિયંકા ગાંધી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી અને તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે. લોકોને મળવા પહોંચેલી પ્રિયંકા ખૂબ જ ફ્રેન્ડલી મૂડમાં જોવા મળી હતી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધીનો એક મહિલા સાથે વાતચીત કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી મહિલાને પૂછતા જોવા મળે છે કે શું તું મારી મિત્ર બનીશ? એટલું જ નહીં તેમણે મહિલાનો ફોન નંબર પણ માંગ્યો હતો.
છત્તીસગઢ-મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે કોંગ્રેસે તેલંગણામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શુક્રવારે પ્રદેશમાં ચાલી રહેલાં પાર્ટીમાં દમદાર પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. પ્રિયંકા બે દિવસ તેલંગણાની મુલાકાતે છે અને શુક્રવારના હુસ્નાબાદ, વાલાકુર્થીમાં ચૂંટણીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાનનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પ્રિયંકાનો કાફલો કિશનનગર હુસ્નાબાદથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે કાફલાને રોકવા જણાવ્યું હતું. અહીં પ્રિયંકા રમાદેવી નામની મહિલાના ઘરમાં ગયા, જ્યાં તેમણે સત્યનારાયણના દર્શન કર્યા, સેલ્ફી ક્લિક કરી. પ્રિયંકા ગાંધીને જોઈને રમાદેવીની ઈંદિરા ગાંધીની યાદ આવી ગઈ હતી.
આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા ખિલખિલાટ હસતી જોવા મળે છે અને રમાદેવીનું માથું ચૂમે છે ત્યાર બાદ પ્રિયંકા ગાંધી પૂછે છે કે મારી સાથે મિત્રતા કરીશ. રમાદેવી પણ હસતાં હસતાં સવાલનો હામાં જવાબ આવે છે. ત્યાર બાદ પ્રિયંકા મહિલા પાસેથી તેનો નંબર પણ માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મધ્યપ્રદેશમાં પણ પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી અલગ અંદાજમાં જોવા મળી હતી. એ સમયે પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને લોકોએ તેમના આ વીડિયો પર ખૂબ જ પસંદ કર્યો હતો.