મધ્ય પ્રદેશમાં પ્રિયંકાએ કોને આંખ મારી? વીડિયો થયો વાઈરલ…
મંડલાઃ મધ્ય પ્રદેશની મુલાકાતે આવેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આદિવાસી બાહુલ્ય મંડલામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને આ સભામાં તેમની સાથે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા હજી સુધી રાજ્યમાં થનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. જોકે, પાર્ટીએ કમલ નાથને સીએમ પદના ઉમેદવાર તરીકે રિપ્રેઝન્ટ ચોક્કસ કર્યા છે.
આજે મધ્ય પ્રદેશમાં પોતાના પૂરા સંબોધનમાં પ્રિયંકાએ ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડ્યો નથી. દરમિયાન આ જ સંબોધનમાં જ એક એવી મજેદાર ઘટના પણ બની હતી કે જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું છે આખો મામલો…
સંબોધન દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો તેંદુપત્તા માટે તમને 4000 રૂપિયા આપુવામાં આવશે અને છત્તીસગઢની જેમ જ અહીં પણ પેસા કાયદો લાગુ કરવામાં આવશે.
તેમણે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચવ્હાણનું નામ લીધા વિના જ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે 225 મહિનાની આ સરકારમાં 250 કૌભાંડો થયા છે. 18 વર્ષની સરકારમાં 22,000 ઘોષણાઓ કરવામાં આવી હતી. એટલું જ નહીં મંડલા-જબલપુર રોડ 10 વર્ષથી બની જ રહ્યો છે. પહેલાં આ રોડ ચાર લેનનો બનવાનો હતો, પણ હવે તે બે લેનનો થઈ ગયો છે અને હજી પણ એ બની નથી ગયો.
પ્રિયંકાના આ નિવેદન પર સભામાં હાજર એક ઉત્સાહિત યુવકે ટિપ્પણી કરી હતી કે એ પણ નથી બન્યો હજી સુધી…. યુવકની આ ટિપ્પણી સાંભળીને પ્રિયંકા પોતાનું હાસ્ય રોકી શકી નહોતા અને તેમણે કહ્યું હતું કે તમે પણ આવી જાવ મંચ પર…. પ્રિયંકાની આ ટિપ્પણી બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી અને છેલ્લે પ્રિયંકાએ કહ્યું કે મને જણાવતા રહેજો…
આ રેલીમાં પ્રિયંકાએ વધુ એક મોટી અને મહત્ત્વની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી બાળકોને ફ્રી એજ્યુકેશન આપવામાં આવશે, જ્યારે 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 500થી 1500 રૂપિયા આપવામાં આવશે.