વડા પ્રધાન મોદી સાથે પ્રિયંકા ચતુર્વેદીની મુલાકાત એ ‘સંયોગ’ કે ‘પ્રયોગ’?, રાજકારણમાં ચર્ચા

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર સાથે ટેરિફ વોરે કારણે પાટનગર દિલ્હીનું રાજકારણ ગરમાયું છે, જ્યારે મહારાષ્ટ્રના નેતાઓની દિલ્હી સુધીની દોડાદોડ પણ ચર્ચાનો વિષય બની છે. હાલમાં મહારાષ્ટ્રના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બંને દિલ્હીની મુલાકાતે છે. તેમના હેતુઓ અલગ અલગ છે, તે સ્પષ્ટ છે. પરંતુ, કંઈક સામાન્ય પણ છે. જોકે, કેટલીક બાબતો એવી છે જે અલગ હોવા છતાં તેમને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. અને તે ફક્ત ભૂતકાળ જ નહીં, પણ વર્તમાન પણ છે. સ્વાભાવિક છે કે, ભવિષ્ય પણ તેના પર ટકેલું છે.
આ જ સમયે પ્રિયંકા ચતુર્વેદીએ અચાનક સોશિયલ સાઈટ X પર બે તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતની છે, અને થોડી જ વારમાં અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રકારની અટકળો વ્યક્ત કરી હતી. અહીં એ વાત પણ જણાવવાની કે પ્રિયંકા ચતુર્વેદી રાજ્યસભાનાં સાંસદ છે, અને ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)નાં શિવસેનાના પ્રવક્તા પણ છે.
આ પણ વાંચો: સંજય રાઉતનો પ્રિયંકા ચતુર્વેદી પર કટાક્ષ: ઊંચે ઉડ્યા તો સમજી લેજો કપાશે!
સંસદનું ચોમાસુ સત્ર પણ ચાલી રહ્યું છે ત્યારે પ્રિયંકા ચતુર્વેદીની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત અને એકનાથ શિંદે-ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત ચોક્કસપણે માત્ર સંયોગ નથી. જો આપણે મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં બનેલી બધી ઘટનાઓ પર નજર કરીએ, તો આ બધું રાજકીય ‘પ્રયોગ’, એટલે કે લાંબા ગાળાની રણનીતિનો ભાગ લાગે છે.
પ્રિયંકા ચતુર્વેદી પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ કેટલીક ઘટનાઓને કારણે તે 2019 માં શિવસેનામાં જોડાયા. પછી એવી ચર્ચા થઈ કે પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાવવા માંગતા હતા, પરંતુ સ્મૃતિ ઈરાની સામેના તેમના તીખા હુમલાઓ અવરોધ બની ગયા. જો કે, ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ. ગઠબંધનમાં હોવાથી તેઓ હજુ પણ કોંગ્રેસ સાથે જ છે.
શિવસેનામાં જોડાયાના એક વર્ષ પછી ઉદ્ધવ ઠાકરેએ 2020માં પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં મોકલ્યા, અને આમ તેમનો કાર્યકાળ આવતા વર્ષે એપ્રિલમાં સમાપ્ત થશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની હાલની પરિસ્થિતિ જોતાં પ્રિયંકા ચતુર્વેદીને ફરીથી રાજ્યસભામાં મોકલવાનું શક્ય લાગતું નથી. અને પ્રિયંકા ચતુર્વેદીની મોદી સાથેની મુલાકાતને કારણે તેમના ભાજપમાં જોડાવવાની અટકળોએ જોર પકડ્યું છે. જરૂરી નથી કે પ્રિયંકા ચતુર્વેદી પોતાના માટે જ મોદીને મળવા ગઈ હોય – એવું પણ બની શકે કે તે ઉદ્ધવ ઠાકરેના મેસેન્જર તરીકે મોદીને મળવા ગઈ હોય.
પ્રિયંકા ચતુર્વેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનો ફોટો પોસ્ટ કરતાની સાથે જ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ. ફોટા સાથે, પ્રિયંકા ચતુર્વેદીએ X પર લખ્યું હતું કે હું સંસદમાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના તમામ પાસાઓ પર તેમના મૂલ્યવાન સમય અને મંતવ્યો બદલ હું તેમનો આભાર માનું છું. ત્યારે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ સહપરિવાર વડાપ્રધાન મોદીને મળે છે. શિંદે કેન્દ્રીય પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા; તેઓ થોડા દિવસો પહેલા પણ દિલ્હી પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ ઇન્ડિ. ગઠબંધનના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું છે, જ્યાં બિહારમાં SIRના મુદ્દા અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ નેતા ની ડિનર પાર્ટીમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે.
ઠાકરે અને શિંદે બંનેને ભાજપની જરૂર છે
ભાજપના બદલાયેલા વલણથી એકનાથ શિંદેની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને, દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવાની ઓફર કર્યા પછી. અને વાત ફક્ત ઓફર પૂરતી મર્યાદિત નહોતી, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર અને સાથી ધારાસભ્યો સાથે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા. અને થોડા દિવસો પછી, આદિત્ય ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક હોટલમાં મળ્યાના સમાચાર પણ આવ્યા હતા.
આ પણ વાંચો: જયા બચ્ચન હવે પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યાં, કહ્યું મને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશ નહીં…
તાજેતરમાં એકનાથ શિંદે બીજી વખત દિલ્હી પહોંચ્યા છે. અને આ વખતે આખા પરિવાર સાથે ગયા છે. મુલાકાતની વાત કરતી વખતે, એકનાથ શિંદે તેમાં રાજકારણ પણ ઉમેરે છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજકારણમાં તેમની લડાઈ તરફ ઈશારો કરી રહ્યા હતા. ઉદ્ધવ સાથેનો તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી અને તે ભાજપ સાથે પણ આંતરિક રીતે શરૂ થઈ ગયો છે.
ચૂંટણી પછી, ભાજપે શિંદેને મુખ્ય પ્રધાન ન બનાવ્યા અને હવે તે ઉદ્ધવ ઠાકરેને સાથે લાવવા પ્રયાસ કરી રહી છે. રાજ ઠાકરેનું ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવું એ એકનાથ શિંદે માટે બિલકુલ સારું નથી.
ભાજપને કંઈ કહી શકતા નથી, તેથી જ એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધે છે. કેટલાક લોકો દિલ્હીમાં 10, જનપથ જવા માટે આવ્યા હતા, અને અમે બાળાસાહેબ ઠાકરેના કહેવા મુજબ લોક કલ્યાણ માર્ગ જઈ રહ્યા છીએ. એકનાથ શિંદે કદાચ ભૂલી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેના પ્રતિનિધિ તરીકે પ્રિયંકા ચતુર્વેદીએ આ કામ પહેલેથી કરી દીધું છે.