ઉત્તર પ્રદેશમાં વિમાન દુર્ઘટના ટળી! ઉદ્યોગપતિને લઈને જતું મિની જેટ રનવે પરથી નીચે સરકી ગયું

ફરુખાબાદ: આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લામાં એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એર સ્ટ્રીપ પર પ્રાઈવેટ મીની જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે રનવે પરથી લપસી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં ફસડાઈ પડ્યું હતું.
અહેવાલ મુજબ આ પ્રાઈવેટ મીની જેટમાં ઉદ્યોગપતિ સવાર હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાન જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની કામનીનું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-DEZ છે. સવારે લગભગ 10.30 વાગ્યે મોહમ્મદાબાદ હવાઈ પટ્ટી પરથી ઉતરીને નજીકની ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. વિમાન અહીંથી મધ્યપ્રદેશના ભોપાલ જવાનું હતું.
આ પણ વાંચો: અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એરક્રાફટ રનવે પરથી ઉતર્યું, અફરાતફરીનો માહોલ…
વિમાનમાં ઉદ્યોગપતિ સવાર હતાં:
અહેવાલ મુજબ મીની જેટમાં એક બીયર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર સવાર હતાં, તેઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નિર્માણાધીન ફેક્ટરીના સ્થળનું નિરીક્ષણ કરવા આવ્યા હતાં.
વિમાનમાં વુડપેકર ગ્રીનએગરી ન્યુટ્રીએન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડીએમડી અજય અરોરા, એસબીઆઈના વડા સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ, કેપ્ટન નસીબ બમલ, કેપ્ટન પ્રતીક ફર્નાન્ડીઝ જેટમાં સવાર હતા.
મોટી દુર્ઘટના ટળી:
અહેવાલ મુજબ ટેક ઓફ પહેલા રન લેતી વખતે પાઈલોટે વિમાન પરથી કાબુ ગુમાવ્યો અને વિમાન રનવેની નીચે સરકી ગયું. સદભાગ્યે વિમાન બાઉન્ડ્રી વોલ સાથે અથડાય એ પહેલા અટકી ગયું અને દુર્ઘટના ટળી.
ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને તપાસ શરૂ કરવામાં આવી છે.