વડાપ્રધાન મોદી યુએઈમાં યુએન ક્લાઈમેટ ટોકમાં ભાગ લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1લી નવેમ્બરના રોજ દુબઈમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ટોક ભાગ લેશે અને ભારતની આબોહવા જાણવાની અંગે કાર્યવાહીની રૂપરેખા આપતો રોડમેપ રજૂ કરશે. સુત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન 30 નવેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચશે અને 1 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન ભારતનો પક્ષ રજૂ કરશે. તે જ દિવસે તેઓ ભારત પરત ફરશે.
1 થી 2 ડિસેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં વિવિધ દેશના વડાઓ, નાગરિક સમાજ, વ્યાપાર સંસ્થાઓ અને સમુદાયો, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોના નિષ્ણાંતો ભાગ લેશે, જેઓ ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરશે.વડા પ્રધાન મોદી ‘ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ’ એટલે કે પર્યવરણને અનુકુળ જીવનશૈલી પર સતત ભાર આપી રહ્યા છે.
તમામ દેશોમાં ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન અને વસ્તીમાં તફાવત સ્પષ્ટ છે. ઉદાહરણ તરીકે, યુ.એસ.ની વસ્તી વર્તમાન વૈશ્વિક વસ્તીના માત્ર 4 ટકા છે, છતાં તેણે 1850 અને 2021 વચ્ચે વૈશ્વિક ઉત્સર્જનમાં 17 ટકા યોગદાન આપ્યું છે. તેનાથી વિપરીત, ભારત, જે વિશ્વની 18 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે આજની તારીખમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં માત્ર 5 ટકા યોગદાન આપ્યું છે.
ઓક્સફામ ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, 2015માં વિશ્વના સૌથી ધનિક 10 ટકા વસ્તીએ વૈશ્વિક ઉત્સર્જનના લગભગ અડધા ભાગ માટે જવાબદાર હતા. પીએમ મોદીએ 2021માં ગ્લાસગો ક્લાઈમેટ વાટાઘાટોમાં ભાગ લીધો હતો અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ભારતની વ્યૂહરચના જાહેર કરી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારતે 2015ના પેરિસ કરારમાં નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન આપવા યોજનાઓ આગળ ધપાવી હતી, ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 1.5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ મર્યાદિત કરવા માટે એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.