જ્યારે Prime Minister Narendra Modiને પડ્યા તમાચા, ખુદ સંભળાવી દુઃખભરી આપવીતી…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં વિસ્ફોટક ખુલાસાઓ કરતાં જણાવ્યું હતું કે મને બાળપણથી અપમાન, ગાળો અને તમાચા ખાવાની આદત પડી ગઈ છે અને આ જ કારણસર આજે જ્યારે કોઈ મને અપમાનિત કરે છે કે ગાળ આપે છે તો મને દુઃખ નથી થતું. મેં બાળપણથી જ આ બધું જોયું છે, સહન કર્યું અને નામદાર લોકો અમારી સાથે આવું જ કરે છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાના બાળપણના સંઘર્ષભર્યા દિવસો વિશે પણ વાત કરી હતી.
ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે એ લોકો નામદાર છે અને અમે લોકો કામદાર. આ જ કારણે અમારા નસીબમાં અપમાન, ગાળાગાળી લખેલી છે. મારા માટે તો બિલકુલ નવું નથી. કોઈ જ્યારે મને ગાળ આપે છે તો મને બિલકુલ આશ્ચર્ય નથી થતું કારણ કે બાળપણથી જ હું આવી જિંદગી જીવતો આવ્યું છે એટલે જ હું એવું માનીને ચાલું છું કે હું આ બધું સહન કરી લઈશ.
આગળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ જણાવ્યું હતું કે હું બાળપણના કપ અને પ્લેટ ધોતો હતો ત્યારે ચાની દુકાનવાળો પણ મને વઢતો હતો અને કહેતો કે આવું કેમ કરે છે. જો ચા ઠંડી થઈ જતી તો ઘણી વખત લાફો પણ મારી દેતો હતો. બાળપણથી જ આ બધું સહન કરતો આવ્યો છું એટલે મને કોઈ ફરિયાદ નથી રહેતી.
આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ પર પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતું કે કે મારું એવું કહેવું છે કે સંવિધાનની ભાવનાનું સન્માન કરવું જોઈએ કારણ કે જ્યારે સંવિધાનનું નિર્માણ થયું ત્યારે સહમતિથી વિચાર આવ્યો હતો કે આપણે ધર્મ આધારિત આરક્ષણ નહીં આપી શકાય. પરંતુ આજે કોંગ્રેસ ધર્મ પર આધારિત આરક્ષણ કરવા માંગે છે, જે સંવિધાનનું અપમાન છે.
Also Read –