નેશનલ

ગુરુવારે વડા પ્રધાન મોદી કાશ્મીર ઘાટીમાં

જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા પછી ચૂંટણી ચાલી રહી છે આજે પહેલા તબક્કાનું મતદાન સંપ્પન થયું છે. આજે સાંજે મતદાન પૂર્ણ થતાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 59 ટકા ( મતદાનની ટકાવારી વધવાની સંભાવના ) થયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ થઈ ગઈ છે અને વડાપ્રધાન મોદી ગુરુવારે કાશ્મીર પહોચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રીનગરના શેર-એ -કાશ્મીર સ્ટેડિયમમાં 20 હજાર ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.તૈયારીઓને આખરી ઓપ આપવા ભાજપના નેતાઓ કાશ્મીર પહોચી ગયા છે.

આ પણ વાંચો: J&K Assembly Election : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠક પર મતદાન, PM Modiએ વધુ મતદાન માટે અપીલ કરી

ભાજપ નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક મહા રેલીને સંબોધિત કરશે .અહીના લોકો વડાપ્રધાનને સાંભળવા બેહદ ઉત્સુક છે.

એક મહા રેલીને સંબોધિત કરશે .અહીના લોકો વડાપ્રધાનને સાંભળવા બેહદ ઉત્સુક છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના ચૂંટણી અભિયાનના અધ્યક્ષ ડો નિરામલ સિંહે જણાવ્યુ કે ગુરુવારે વડાપ્રધાનની રેલીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કાર્યક્રમ સ્થળે લગભગ 20 હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી લોકો કોઈ પણ અસુવિધા વગર ઉપસ્થિત રહી શકે.

આ પણ વાંચો: કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: ગૃહ પ્રધાન અમિત શાહની કિશ્તવાડમાં ગર્જના

ભાજપનો દાવો છે કે, કાશ્મીર ઘાટીમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાની ખાતું એકલપંડે ખોલાવશે અને બે આંકડાઓમાં બેઠકો જીતી પોતાના દમ પર કાશ્મીરમાં સરકાર બનાવશે. સૂત્રો ઉમેરે છે તેમ વડાપ્રધાનની રેલી બાદ ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજ કાશ્મીર ઘાટી ઘૂમી વળશે અને પોતાની તરફેણમાં મતદાન માટે પ્રચાર કરશે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker