ટોપ ન્યૂઝનેશનલ

J&K Assembly Election : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠક પર મતદાન, PM Modiએ વધુ મતદાન માટે અપીલ કરી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજે 10 વર્ષ બાદ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી સહિત 219 ઉમેદવારો 24 બેઠકો માટે મેદાનમાં છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.

24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો

બુધવારે જમ્મુ-કાશ્મીરના સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

| Also Read: Jammu-Kashmir: ત્રણ સ્થળોએ આતંકવાદીઓ સામે સેનાનું એન્કાઉન્ટર, પુંચમાં ચાઈનીઝ બનાવટનો ગ્રેનેડ મળ્યો

લોકશાહીના તહેવારને મજબૂત કરવા અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ બુધવારે સવારે સોશિયલ મીડિયા પર લખ્યું ” હું તમને વિનંતી કરું છું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે તમામ મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા અપીલ કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરું છું.”

બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

રાજ્ય ચૂંટણી કાર્યાલયના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ અને સુચારુ રીતે થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ચૂંટણી સુચારુ અને શાંતિપૂર્ણ થાય તે માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત