નેશનલ

વિદેશનીતિ સમજવા રાહુલ ગાંધીને પીએમ મોદીએ શું આપી સલાહ?

નવી દિલ્હીઃ આજે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાની વાત રાખી હતી. આ દરમિયાન તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા વિપક્ષ પર હુમલો કર્યો હતો. જોકે આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હળવી શૈલીમાં વાત કરી રહ્યા હતા. તેમણે વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીને એક પુસ્તક વાંચવાની સલાહ આપી દીધી હતી.

આ પુસ્તક વાંચવાની સલાહ

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, ‘ઘણા લોકો જ્યાં સુધી ફોરેન પોલિસી ન બોલે ત્યાં સુધી મેચ્યોર નથી લાગતા. ફોરેન પોલિસીનો તો ઉલ્લેખ થવો જ જોઈએ, પછી ભલે તેનાથી દેશને નુકસાન પહોંચે.

આપણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર

વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું એવા લોકોને કહેવા માંગુ છું કે જો તેમને ખરેખર ફોરેન પોલિસીમાં રસ ધરાવતા હોય અને તેમણે ફોરેન પોલિસીને સમજવી હોય અને આગળ જઈને કઈક કરવું હોય તો પુસ્તક વાંચવા જોઇએ. આનાથી તેમને શું અને ક્યારે કહેવું તે સમજવામાં મદદ મળશે. તે પુસ્તકનું નામ છે JFK’s Forgotten Crisis.

આ પુસ્તકમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ પુસ્તકમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડા પ્રધાને કહ્યું, “આ પુસ્તક ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુ અને તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી વચ્ચે થયેલી ચર્ચાઓનું વિગતવાર વર્ણન કરે છે.

આપણ વાંચો: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ

જ્યારે દેશ આટલા પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે વિદેશ નીતિના નામે શું થઈ રહ્યું હતું? જે રમત ચાલી રહી હતી તે પુસ્તક દ્વારા પ્રગટ થઈ રહી છે તેથી તેમણે પુસ્તક વાંચવું જોઈએ.”

આભાર પ્રસ્તાવમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) આડકતરી રીતે કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના શીશમહેલનો પણ ઉલ્લેખ કરીને પ્રહાર કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે અમે બંધારણનું સન્માન કરીએ છીએ. અમે બંધારણને જીવીએ છીએ. અમે બંધારણને સમજીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button