નવી દિલ્હી: આગામી પહેલી જાન્યુઆરી, ૨૦૨૫થી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ. તેનાં વિવિધ વાહનોના ભાવમાં રૂ. ૨૫,૦૦૦ સુધીનો ભાવવધારો કરશે. તાજેતરમાં ઈનપૂટ્સ ખર્ચમાં, વિનિમય દરમાં અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ભાવવધારો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.
ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને કારણે અમુક અંશમાં ભાવવધારો ગ્રાહકો પર પસાર કરવાનું આવશ્યક થયું હોવાનું કંપનીના હોલટાઈમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઑફિસર તરૂણ ગર્ગે યાદીમાં ઉમેર્યું હતું.
Also Read – ચાંદીમાં રૂ. 1065નો ચમકારો, સોનામાં રૂ. 146નો સુધારો
સૂચિત ભાવવધારાની અસર ૨૦૨૫ના તમામ મૉડૅલ પર થતાં અંદાજે રૂ. ૨૫,૦૦૦ સુધીનો ભાવવધારો જોવા મળશે. ગર્ગે ઉમેર્યું હતું કે શક્ય બને ત્યાં સુધી કંપની ભાવવધારાનો બોજ વહન કરતી હોય છે અને અમુક ઓછી માત્રામાં જ ભાવવધારો અમે ગ્રાહકો પર પસાર કરીએ છીએ.