ગુજરાતના 2 IPS અધિકારીને મળશે પ્રેસિડેન્ટ મેડલ! આ રહી શૌર્ય અને સેવા ચંદ્રકોની યાદી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. વિગતે વાત કરીએ તો, 233 કર્મચારીઓને શૌર્ય ચંદ્રક (GM), 99 કર્મચારીઓને વિશિષ્ટ સેવા ચંદ્રક (PSM) અને 758 કર્મચારીઓને મેરીટોરીયસ સર્વિસ ચંદ્રક (MSM) એનાયત કરવામાં આવશે.
ગુજરાતમાંથી 2 પ્રેસિડેન્ટ એવોર્ડ અને 21ની પ્રસંશનીય સેવા માટે પસંદગી
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની યાદીની વાત કરીએ તો ગુજરાતના બે પોલીસ અધિકારીનું નામ આ યાદીમાં છે. જેમાં આઈપીએસ પીયૂષ પુરુષોત્તનદાસ પટેલ (ACB) અને આઈપીએસ મુકેશ જગદીશચંદ્ર સોલંકીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે 21ની પ્રસંશનીય સેવા માટે પસંદગી કરવામાં આવી છે.
પ્રશંસનીય સેવા માટે મેડલની યાદી
HOME GUARD અને CIVIL DEFENCE માં ઉતક્રૃષ્ઠ કામગીરી માટે ગુજરાતમાંથી પ્લેટૂન કમાન્ડરદિલીપસિંહ જશુજી ચાવડા, ડેપ્યુટી ચીફ વોર્ડન નીતિન ચંદ્રશંકર ત્રિવેદી, ડેપ્યુટી ચીફ વોર્ડન રંજીતકૌર કેવલસિંહ સરદાર અને ડિવિઝનલ વોર્ડન ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસિતને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
- શરદ જિતેન્દ્રપ્રકાશ સિંઘલ, ઈન્સ્પેક્ટર જનરલ, ગુજરાત
- ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, ઈન્સ્પેક્ટર જનરલ, ગુજરાત
- રાકેશ પ્રવિણકુમાર બારોટ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, ગુજરાત
- બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, નાયબ અધિક્ષક પોલીસ, ગુજરાત
- ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, નાયબ અધિક્ષક પોલીસ, ગુજરાત
- કમલેશ અરુણ પાટીલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- મિલિન્દ બાલકૃષ્ણ સર્વે, નિરીક્ષક, ગુજરાત
- અનિલકુમાર વિંજીભાઈ ગામીત, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પરેશકુમાર ધીરજલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- લલિતકુમાર પુનમચંદ જોષી, નિરીક્ષક (ટેક), ગુજરાત
- રાકેશસિંહ રામવીરસિંહ ભાદોરીયા, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- સહદેવભાઈ વરવભાઈ દેસાઈ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- વિનોદકુમાર નામદેવ વડલે, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- વિક્રમસિંહ નટુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- વિષ્ણુસિંહ કલ્યાણસિંહ રાઠોડ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પંકજસિંહ કુબેરસિંહ રાણા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- વિરેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- રમેશકુમાર હૃદયરામ ત્રિપાઠી, કોન્સ્ટેબલ, ગુજરાત
- બકુલ હરજીવનભાઈ પરમાર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
આપણ વાંચો: ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં, ટોચની રેટિંગ એજન્સીનો દાવો, શું આપ્યાં કારણ ?