President, PM Modi Pay Tribute to Guru Gobind Singh Ji maharaaj

ગુરુ ગોવિંદ સિંહજીને જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ અને PM Modi એ શ્રદ્ધાંજલિ અર્પી…

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે શીખોના ૧૦માં ગુરુની જન્મજયંતિને ‘પ્રકાશ ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : અપરિણીત યુગલને નૉ એન્ટ્રીઃ OYO હૉટેલ્સની આ નવી પોલીસી વિશે તમારું શું માનવું છે.

ખાલસા સંપ્રદાયની સ્થાપના કરનારા ગુરુ ગોવિંદ સિંહનો જન્મ ૧૬૬૬માં પટના સાહિબમાં થયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે ગુરુ ગોવિંદ સિંહના શાશ્વત ઉપદેશો દરેકને ધાર્મિકતા, શાંતિ અને સદ્દભાવના માર્ગે લઇ જશે.

ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના શુભ અવસર પર દરેકને શુભેચ્છાઓ! માનવતાના ભલા માટે તેમની નિઃસ્વાર્થ ભક્તિ આપણને પ્રેરણા આપતી રહે છે. ગુરુ ગોવિંદ સિંહજીએ હંમેશા સમાનતા અને ન્યાયની હિમાયત કરી હતી. તેમના શાશ્વત ઉપદેશો આપણને ધાર્મિકતા, શાંતિ અને સદ્દભાવના માર્ગ તરફ દોરી જાય, એમ મુર્મુએ એક્સ પર જણાવ્યું હતું.

આ પણ વાંચો : બેંગલુરુમાં HMPV ચીનથી આવ્યો ! જાણો કેન્દ્ર સરકારે નિવેદનમાં શું કહ્યું

ઉપરાષ્ટ્રપતિ ધનખડે એક્સ પર જણાવ્યું કે આ શુભ અવસર પર અમે મહાન ગુરુની અજોડ હિંમત, જ્ઞાન અને બલિદાનનું સન્માન કરીએ છીએ. તેમના ઉપદેશો આપણને ન્યાય, સમાનતા અને નિઃસ્વાર્થ સેવાને જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહના વિચારો લોકોને પ્રગતિશીલ, સમૃદ્ધ અને દયાળુ સમાજ બનાવવાની પ્રેરણા આપે છે.

Back to top button