રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરૂણાચલ અને મિઝોરમના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ બંને રાજ્યો ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વર્ષ ૧૯૮૭માં ૨૦ ફેબ્રુઆરીના દિવસે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમને રાજ્યોનો દરજ્જો મળ્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાજ્ય દિવસ પર અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને શુભેચ્છાઓ. પ્રકૃતિની કૃપા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી ભરપૂર બંને રાજ્યો ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે.
આપણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે કચ્છના મહેમાનઃ જાણીતા સ્થળોની લેશે મુલાકાત
તેમણે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મને ખાતરી છે કે બંને રાજ્યોના લોકો તેમના અસાધારણ કુદરતી વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરશે. હું અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના અદ્દભુત લોકો પ્રગતિ અને શ્રેષ્ઠાતાના નવા અધ્યાય લખે તેવી કામના કરું છું.