ટોપ ન્યૂઝનેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધિત કર્યું, ભારતના બંધારણને લઈને કહી આ વાત

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Indian President Draupadi Murmu) 75માં ગણતંત્ર દિવસની (75th Republic Day) પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના 23 મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હું પાછળ ફરીને જોઉં છું કે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં આપણે ખૂબ લાંબુ અંતર કાપ્યું છે. આ પ્રજાસત્તાક દિવસ ઘણી રીતે ખૂબ જ ખાસ છે. આ ઉજવણીનો પ્રસંગ છે.

જે રીતે આપણે સ્વતંત્રતા દિવસના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશની અતુલ્ય મહાનતાની ઉજવણી કરી હતી. આવતીકાલે આપણે બંધારણના પ્રારંભની ઉજવણી કરીશું. બંધારણની પ્રસ્તાવના વી ધ પીપલ ઓફ ઈન્ડિયા (અમે ભારતના લોકો) થી શરૂ થાય છે.

આ શબ્દો લોકશાહીના ખ્યાલને રેખાંકિત કરે છે. આ કારણથી ભારતને લોકશાહીની માતા કહેવામાં આવે છે. લાંબા અને મુશ્કેલ સંઘર્ષ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી. આપણો દેશ વિદેશી શાસનથી મુક્ત થયો. આપણો દેશ આઝાદીની સદી તરફ આગળ વધી રહ્યો છે અને અમૃતકાલના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ ક્રાંતિકારી પરિવર્તનનો સમયગાળો છે.

આપણને આપણા દેશને નવી ઉંચાઈઓ પર લઈ જવાની તક મળી છે. આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. એટલા માટે હું તમામ દેશવાસીઓને અનુરોધ કરીશ કે બંધારણની મૂળભૂત ફરજોનું પાલન કરો.

આ સાથે જ રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં તમામ નાગરિકોને પોતાના કર્તવ્યોનું પાલન કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતની આઝાદીના 100 વર્ષ પુર્ણ થવા પર ભારત એક વિકસિત રાષ્ટ્ર બને. જેના માટે થઈને દરેક નાગરિકોએ પોતાના કર્તવ્યોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કર્પૂરી ઠાકુરને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે છેવાડાના માનવીના કલ્યાણ માટે જેમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું તેવા જન નાયકને મારી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.

વધુમાં તેઓ કહે છે કે આપણી વિવિધતાની આ ઉજવણી ન્યાય દ્વારા સુરક્ષિત સમાનતા પર આધારિત છે. આ બધું સ્વતંત્રતાના વાતાવરણમાં જ શક્ય છે. આ મૂલ્યો અને સિદ્ધાંતોની સંપૂર્ણતા એ આપણી ભારતીયતાનો આધાર છે. આ મૂળભૂત જીવનમૂલ્યો અને સિદ્ધાંતોમાં સમાવિષ્ટ બંધારણની ભાવના, ડૉ. બી.આર. આંબેડકરના પ્રબુદ્ધ માર્ગદર્શન હેઠળ વહેતી, તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે સામાજિક ન્યાયના માર્ગ પર આપણને અડગ રાખે છે.

તેમણે કહ્યું હતું કે ભારતના 140 કરોડથી પણ વધારે નાગરિકો ભારતમાં એક પરિવાર જેમ રહે છે. જે આપણાં ગણતંત્ર દિવસને ઉત્સવમાં ફેરવે છે. પોતાના ભાષણમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતાં મંદિરમાં સ્થાપિત રામલલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને એક ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે પ્રજાસત્તાક દિવસના અવસર પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા. આ પુરસ્કારો અસાધારણ બહાદુરી, કલાત્મક કૌશલ્ય, નવીન વિચારસરણી અને નિઃસ્વાર્થ સેવા માટે આપવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…