પ્રયાગરાજમાં બન્યો દુનિયાનો સૌથી મોટો અને લાંબા ટ્રાફિક જામનો રેકોર્ડ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જઇ રહી છે. લોકો હવાઇ , રેલ, રોડ માર્ગે પ્રવાસ કરીને પ્રયાગરાજ આવી રહ્યા છે. દેશ જ નહીં વિદેશથી પણ વિશાળ સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. આટલા મોટા માનવ મહેરામણની તો કદાચ ઉત્તર પ્રદેશ પ્રશાસને પણ કલ્પના નહોતી કરી. મહાકુંભમાં અપેક્ષા કરતા વધુ સંક્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે પ્રયાગરાજની ચારે દિશાએથી આવતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સ્ટેશનની બહાર ભારે ભીડ હોવાથી સમય સમય પર પ્રયાગરાજ સ્ટેશનને બંધ કરવું પડે છે અને ભીડને નિયંત્રણમાં લેવી પડે છે. ભારે ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર લોકોને 15 ફેબ્રુઆરી પછી જ મહાકુંભમાં આવવાની અપીલ કરી રહ્યું છે.
સેટેલાઇટ પરથી મળેલી તસવીરોમાં પ્રયાગરાજના દરેક રસ્તાઓ પર વાહનો અને બસોની લાંબી કતાર જોવા મળી રહી છે. શહેરના અને રાષ્ટ્રીય ઘોરીમાર્ગો પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા હજારો લોકો પોતાના વાહનોમાં ફસાયેલા રહ્યા છે. લોકોને પીવાના પાણી અને અન્ય આવશ્યક સેવાસુવિધા મેળવવામાં પણ પારાવાર મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
Also read: પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
પ્રયાગરાજથી મધ્યપ્રદેશના કટની સુધી લગભગ 300 કિમી લાંબો ટ્રાફિક જામમાં લોકો અટવાયેલા છએ. એક અંદાજ મુજબ આશરે 18 લાખ ગાડીઓ આ ટ્રાફિક જામમાં અટવાયેલી છે. 2010માં ચીનમાં પણ આ પ્રકારનો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. 2010માં ચીનના બિજીંગ-તિબેટ એક્સપ્રેસ વે પર 100 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં લગભગ ચાલ લાખ વાહનો અટવાયા હતા. આ ટ્રાફિક જામ લગભગ 12 દિવસ ચાલ્યો હતો જોકે, પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આસ્થાના પર્વ એ તો ચીનનો 2010નો ટ્રાફિક જામને પણ ઝાંખો પાડી દીધો છે. પ્રયાગરાજના મહાકુંભ મેળાએ તો દુનિયાના સૌથી મોટા અને સૌથી લાંબા ટ્રાફિક જામનો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.