પ્રશાંત કિશોર બિહારની ચૂંટણી નહીં લડે; આ કારણે લીધો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રશાંત કિશોર બિહારની ચૂંટણી નહીં લડે; આ કારણે લીધો મોટો નિર્ણય

પટના: વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ બિહારમાં રાજકીય ધમધમાટ પુરજોશમાં શરુ થઇ ગયો છે, રાજકીય રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની નવી બનેલી જન સુરાજ પાર્ટી(Jan Suraaj Party) આ ચૂંટણીમાં મોટો ઉલટફેર કરવા સતત તૈયારી કરી છે. એવામાં પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર (Prashnat Kishor) એ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે પક્ષના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રશાંત કિશોરે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે,”પાર્ટીના વ્યાપક હિતમાં મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જો હું ચૂંટણી લડીશ, તો તે જરૂરી સંગઠનાત્મક કાર્યથી મારું ધ્યાન ભટકી શકે છે.”

તેજસ્વી યાદવ સામે લડે તેવી ચર્ચા હતી:
આગાઉ એવી ચર્ચા હતી કે પ્રશાંત કિશોર રાઘોપુર બેઠક પર રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના તેજસ્વી યાદવ સામે ચૂંટણી લડશે. પરંતુ જન સુરાજ પાર્ટીએ સ્થાનિક ઉદ્યોગપતિ ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. આ અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે સામૂહિક નિર્ણયને કારણે રાઘોપુર બેઠક પરથી પક્ષના અન્ય ઉમેદવારને ટીકીટ આપવામાં આવી.

બિહારમાં 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જીતની આશા વ્યક્ત કરતા પ્રશાંત કિશોરે કહ્યું, “જો જન સુરાજ પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવે છે, તો તેનો દેશવ્યાપી પ્રભાવ પડશે. રાષ્ટ્રીય રાજકારણની દિશા જ બદલાઈ જશે. કાં તો અમને 10 થી ઓછી બેઠકો મળશે અથવા 150 થી વધુ બેઠકો મળશે છે. વચ્ચેનો કોઈ આંકડાઓ રહે તેવી શક્યતા નથી.”

જન સુરાજ પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે. બિહાર વિધાનસભા માટે મતદાન 6 અને 11 નવેમ્બરે યોજાવાનું છે, અને મતગણતરી 14 નવેમ્બરે થશે.

આપણ વાંચો:  NDAમાં સીટ વહેંચણીને લઈને ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી વધી, દિલ્હીથી આવ્યું તાત્કાલિક બેઠકનું તેડું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button