નેશનલ

પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર (PK) વચ્ચે 2 કલાકની સિક્રેટ મીટિંગ, શું છે કારણ?

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (PK)ની પાર્ટી જન સુરાજ પાર્ટીનો રકાસ થયો હતો. ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બે કલાક સુધી મીટિંગ કરી હતી. જે બાદ અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં બિહાર સહિત ઉત્તર ભારતીય રાજ્યોમાં વર્તમાન રાજકીય હાલાત અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે.

હાલના તબક્કે બંને દિગ્ગજ નેતાઓની વચ્ચે ફક્ત સૌજન્ય મુલાકાત થઈ હોવાનું બંને પાર્ટીએ નિવેદન આપીને રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ પીકે અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં સારા રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા વર્ષોથી પ્રશાંત કિશોર અને કોંગ્રેસના સંબંધમાં ખટાશ આવી છે. પ્રશાંત કિશોર 2021માં જેડી(યુ)થી અલગ થયા બાદ એક વર્ષમાં કોંગ્રેસને બેઠી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમની 2022માં કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે વાતચીત થઈ હતી. એપ્રિલ 2022માં સોનિયા ગાંધીના નિવાસસ્થાને પ્રશાંત કિશોરે રાહુલ અને પ્રિયંકા સહિત ટોચના નેતૃત્વ સામે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

તે સમયે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરના પ્રસ્તાવ પર વિચારણા માટે એક પેનલ બનાવી હતી. થોડા દિવસો બાદ સોનિયાએ કોંગ્રેસના રાજકીય પડકારો માટે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ બનાવયું અને પ્રશાંત કિશોરને તેમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ પ્રશાંત કિશોરે ગ્રુપમાં સામેલ થવાના બદલે વધારે અધિકાર અને સ્વતંત્રતા માંગી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પાર્ટી સંગઠનને કોઈ બહારના વ્યક્તિના કહેવા પર બદલાવ કરવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પ્રશાંત કિશોર પર ભરોસો નહોતો.

આ પણ વાંચો…રાહુલ ગાંધી પર કંગના રનોતના નિવેદનથી પ્રિયંકા ગાંધી ભડકયા

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મનાઈ

કોંગ્રેસે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે પ્રશાંત કિશોરનું પીપીટી પ્રેઝન્ટેશન જોવા અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે 2024ની લોકસભા ચૂંટણીઓ માટે એક સશક્ત કાર્યકારી જૂથનું ગઠન કર્યું અને તેમને જવાબદારી સાથે પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જોકે પ્રશાંત કિશોર ના પાડી દીધી હતી. અમે તેમના પ્રયાસો અને સૂચનોની પ્રશંસા કરીએ છીએ.

વોટ ચોરી અને SIR મુદ્દાની બિહારમાં અસર નહીં

પ્રશાંત કિશોરે પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ‘મેં કોંગ્રેસના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. મારા મતે, કોંગ્રેસને મારા કરતાં વધુ નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે. ત્યારથી પ્રશાંત કિશોર કોંગ્રેસની સતત આલોચના કરતા રહ્યા છે. બિહાર ચૂંટણી દરમિયાન પણ તેમણે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા ‘વૉટ ચોરી’ અને SIR જેવા મુદ્દાઓને બાજુ પર મૂકી દીધા હતા. તેમણે કહ્યું હતું કે બિહારમાં આ બંને મુદ્દાઓની કોઈ ચૂંટણી અસર નથી. ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે પીકેની વાત સાચી સાબિત થઈ હતી.

જન સુરાજ પાર્ટીના 236 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત

કોંગ્રેસ 61થી માત્ર 6 બેઠકો જ જીતી શકી હતી. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ પણ બિહારમાં 238 બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શકી નહોતી. તેના 236 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

આ પણ વાંચો…‘જંગલરાજ’ના ડરથી મતદારોનો ‘મૂડ’ બદલાયોઃ બિહારના પરિણામો મુદ્દે પ્રશાંત કિશોરે મૌન તોડ્યું…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button