પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી

પટના: બિહાર ચૂંટણી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે, એ પહેલા ચૂંટણીમાં ભાગ લઇ રહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોનાં નામ નક્કી કરવા કવાયત કરી રહ્યા છે. એવામાં પ્રશાંત કિશોરની રાજકીય પાર્ટી જન સૂરજ પક્ષે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

અગાઉ ચર્ચા હતી કે રોહતાસ જિલ્લાની કરગહર વિધાનસભા બેઠકપર પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે, પણ ઉમેદવારની પહેલી યાદીમાં જન સૂરજએ કરગહર બેઠક પરથી ભોજપુરી ગાયક રિતેશ પાંડેને ટીકીટ આપી છે.

આપણ વાંચો: બિહારમાં ભારે સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 1 લાખ સુરક્ષા જવાન તૈનાત કરાશે

થર્ડ જેન્ડરના ઉમેદવારને તક:

જન સૂરજ પક્ષે ગોપાલગંજ જિલાની ભોરે વિધાનસભા બેઠક પર થર્ડ જેન્ડરના ઉમેદવારને તક આવામાં આવી છે, આ બેઠક પર પ્રીતિ કિન્નર પક્ષના ઉમેદવાર રહેશે. દરભંગા સદર બેઠક પરથી આરકે મિશ્રા, સહરસા શહેરથી કિશોર મુન્ના, છાપરા શહેરથી ભૂતપૂર્વ એડીજી જેપી સિંહ અને ઇમામગંજથી અજિત રામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જન સૂરજ પક્ષે કુમ્હાર બેઠક પરથી કેસી સિંહા અને શેરઘાટી બેઠક પરથી પવન કિશોરને ટીકીટ આપી છે. સારણ જિલ્લાની માંઝી બેઠક પર વાયવી ગિરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે પરિણામો આવશે…

પ્રશાંત કિશોર ક્યાંથી ચૂંટણી લડશે?

જન સૂરજ પક્ષની પહેલી યાદીમાં પ્રશાંત કિશોરનું નામ સામેલ નથી. પ્રશાંત કિશોરે અગાઉ કહ્યું હતું કે તેઓ તેમન જન્મસ્થળ કરગહર અથવા તેમના કર્મસ્થળ રાઘોપુરથી જ ચૂંટણી લડશે. પેહલી યાદીમાં કરગહરથી રિતેશને ટીકીટ આપવામાં આવી છે, હવે પ્રશાંત કિશોર રાઘોપુરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. જો કે એ અગાળની યાદીમાં જાહેર કરવામાં આવશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button