પ્રજાસત્તાક દિવસની પરેડમાં પહેલી વાર જોવા મળશે ‘પ્રલય’ મિસાઈલ, જાણો શું છે ખાસિયત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસને આડે હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે, પ્રજાસત્તાક દિવસ નિમિતે દિલ્હીના કર્તવ્ય પથ પર શાનદાર પરેડનું (Republic day Parade) આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ પરેડ દરમિયાન દર્શકોને પ્રથમ વખત ‘પ્રલય મિસાઇલ’ જોવા (Prayal Missile) મળશે.
સંરક્ષણ સચિવે જાણકારી આપી હતી કે નવી વિકસિત સ્ટ્રેટેજીક મિસાઇલ પ્રલય સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓમાંની એક છે. જે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પ્રલય પ્રદર્શિત કરવામાં આવશે. પહેલી વાર પ્રલય મિસાઇલને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કરવામાં આવશે.
શું છે પ્રલયની ખાસિયત:
પ્રલય મિસાઇલ તેના ટાર્ગેટ પર ચોકસાઈથી ત્રાટકવા માટે સક્ષમ છે. પ્રલય એ 500-1,000 કિલોગ્રામના પેલોડ સાથે શોર્ટ ડિસ્ટન્સ માટે સર્ફેસ ટૂ સર્ફેસ મિસાઇલ છે. આ મિસાઇલ પરંપરાગત શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. તેની રેન્જ 150 થી 500 કિલોમીટરની છે.
આ શસ્ત્રો પણ સામેલ હશે:
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રલયનો સમાવેશ સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવે છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં બ્રહ્મોસ મિસાઇલ, મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર, T-90 ટેન્ક અને નાગ મિસાઇલનો સમાવેશ થાય છે.
Also read: ભારતનું ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ
ધ્રુવ હેલીકોપ્ટર કેમ સામેલ નહીં:
જોકે સ્વદેશી એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ હેલીકોપ્ટરને પરેડમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ મહિને ALH ક્રેશ થયા બાદ સશસ્ત્ર દળોએ આ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરી દીધા હતા. સંરક્ષણ સચિવે કહ્યું કે એવી અપેક્ષા છે કે પરેડમાં હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંક સમયમાં ફરી શરૂ થશે. સેના, ભારતીય વાયુસેના, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ લગભગ 330 AHL નો ઉપયોગ કરી રહ્યા છે.
બંધારણની ઝાંખી:
પ્રજાસત્તાક દિવસની પરેડમાં લશ્કરી તાકત સાથે ભારતના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાની પણ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રતીક તરીકે બે ખાસ ઝાંખીઓ કાઢવામાં આવશે.