નેશનલ

પ્રકાશ રાજ કો ગુસ્સા ક્યોં આતા હૈ? નાના પાટેકરના ડાયલોગ પર ભડકેલા પ્રકાશ રાજે કર્યું ટ્વીટ

મુંબઇ: કશ્મીર ફાઇલ્સને કારણે ચર્ચાંમાં રહેનાર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સિન વોર 30મી સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઇ એવી મોટી કમાલ કરી નથી. આ ફિલ્મ કોવિડ સમયના સંઘર્ષ અને વેક્સીનના નિર્માણ અંગેની વાર્તા કહે છે. આ ફિલ્મની એક ક્લિપ ખૂબ જ વાઇરલ થઇ હતી. જેમાં દેશના વડા પ્રધાન ભારતના વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધી રહ્યાં છે. કોરોનાની લડાઇમાં આપડાં માટે વિજ્ઞાન એક માત્ર માર્ગ છે એમ મોદી કહી રહ્યાં છે એવો સંદર્ભ આ ક્લિપમાં છે. એવો જ એક સંવાદ નાના પાટેકર બોલી રહ્યાં છે. સાઉથના અભિનેતા પ્રકાશ રાજે નાના પાટેકરના આ સંવાદની ક્લિપ X (પહેલાંનું ટ્વીટર) પોસ્ટ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી છે.

ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ વેક્સીન વોર ફિલ્મનો સંવાદ વાઇરલ કર્યો હતો. જેમાં માત્ર વિજ્ઞાનને આધારે જ કોરોનાની લડઇ લડી શકાશે એમ કહ્યું છે. આ સંવાદમાં નાના પાટેકર કહે છે કે, મારી વડા પ્રધાન સાથે વાત થઇ છે એમનું કહેવું છે કે આ યુદ્ધ વિજ્ઞાનને આધારે જ લડી શકાશે. તમારી પાસે લોકો ઘણાં ટોટકા લઇને આવશે પણ તમારો નિર્ણય વિજ્ઞાન પર આધારિત જ હોવો જોઇએ. ત્યારે હવે આ સંવાદ પર પ્રકાશ રાજે કટાક્ષ કર્યો છે. જો એમ જ હતું તો થાળી વગાડો, ઘંટી વગાડો, તાળી વગાડો, ગો કોરોના ગો આ કોણે કહ્યું હતું?

પ્રકાશ રાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ન લેતાં તેમના પર ટીકા કરી છે. ત્યાર બાદ સિંઘમ ફેમ જયકાંત શિક્રેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જે દેશની થાળીમાં ખાવ છો એ જ થાળીમાં કાણાં પાડી રહ્યાં છો. પ્રકાશ રાજ એક રીયલ લાઇફમાં પણ ખલનાયક જ છે. એમ કહીને એક યુઝરે ટીકા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ મહિનામાં પ્રકાશ રાજે ચંદ્રયાન પર પણ ટીકા કરી હતી એ વખતે પણ લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button