નેશનલ

કર્ણાટક અશ્લીલ વીડિયો કાંડ: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી

બેંગલુરુ: કર્ણાટકના બહુચર્ચિત અશ્લીલ વીડિયો કાંડના આરોપી અને હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્વલની જામીન અરજી તેની માતા ભવાની રેવન્ના વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ પ્રજ્વલ રેવન્ના 31 મેના રોજ બેંગલુરુ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રજ્વલનું પ્લેન સવારે 8 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થશે. રેવન્ના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ આ કેસની તપાસ માટે રચાયેલી SIT તેની ધરપકડ કરશે.

આ પણ વાંચો: Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ

પ્રજ્વલ રેવન્નાએ 27 મેના રોજ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું હતું કે તે 31 મેના રોજ દેશ પરત ફરશે. તેણે ફરી એક વખત અશ્લીલ વિડિયો સ્કેન્ડલને પોતાની વિરુદ્ધ રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેના વિદેશ જવાની સાથે જ આ બાબતને લઈને હોબાળો મચી ગયો હતો, જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે આ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.

સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વાલે એક વીડિયો સંદેશમાં કહ્યું, “જ્યારે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મારી વિરુદ્ધ કોઈ કેસ નહોતો અને કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. મારી વિદેશ યાત્રાનું આયોજન પહેલેથી નક્કી જ હતું. મારી મુલાકાત દરમિયાન લગાવવામાં આવી રહેલા આરોપો વિશે મને પાછળથઈ ખબર પડી.

તેણે કહ્યું, “રાહુલ ગાંધી અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓએ આ વિશે વાત કરવાનું શરૂ કર્યું અને મારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું. શુક્રવાર, 31 મેના રોજ સવારે 10 વાગ્યે હું SIT સમક્ષ હાજર થઈશ અને તપાસ સાથે જોડાયેલી તમામ માહિતી આપીશ. હું તપાસને સમર્થન આપીશ. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress