Prajwal Revannaએ આખરે SIT સમક્ષ હાજર થવાનો આપ્યો Message

નવી દિલ્હીઃ કર્ણાટકના સાસંદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ એક વીડિયો બનાવીને સંદેશ આપ્યો છે કે મારા ઉપર જે કોઈ આરોપ લગાવવામાં આવ્યા છે, જે એક રાજકીય ષડયંત્ર છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે મારી સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યા નહોતા.
યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા જેડીએસના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાના કિસ્સામાં એક મહિના પછી હવે એક વીડિયો સાથેનો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે તેઓ ભારત પાછા પરશે અને 31મી મેના વિશેષ તપાસ એજન્સી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ-એસઆઈટી)ની સમક્ષ હાજર થશે. આમ છતાં આ કેસમાં જેડીએસ અથવા સસ્પેન્ડેડ પાર્ટી સાંસદના પરિવારવતીથી તાત્કાલિક કોઈ સમર્થન મળ્યું નથી.
જેડીએસ (Janata Dal-Secular)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ એક વીડિયો મારફત મેસેજ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે 26મી એપ્રિલના ચૂંટણી યોજવામાં આવી ત્યારે મારા સામે કોઈ કેસ નહોતા અને કોઈ એસઆઈટી પણ બની નહોતી.
મારો વિદેશ પ્રવાસ અગાઉથી પૂર્વોનિયોજિત હતો. મારા પર આરોપોની પણ ત્યારે ખબર પડી છે કે જ્યારે હું વિદેશ પ્રવાસ પર હતો. રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ મારા વિરુદ્ધ વાત કરવાનું શરુ કર્યું છે. મારા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે.
શુક્રવારે 31મી મેના સવારના દસ વાગ્યાના સુમારે હું એસઆઈટી સમક્ષ ઉપસ્થિત રહીશ અને તમામ માહિતી આપીશે. હું મારી સામેની તપાસને પણ સમર્થન આપું છું અને મને કોર્ટની કામગીરી પર પણ વિશ્વાસ છે, એમ મેસેજમાં જણાવ્યું છે.