નેશનલ

’25 એપ્રિલે હાજર રહો, નહીં તો…..’, કોર્ટે પ્રજ્ઞા સિંહ ઠાકુરને શું કહ્યું?

માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલી મુંબઈની વિશેષ અદાલતે બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને તબીબી આધાર પર તેમનું નિવેદન નોંધવા માટે રૂબરૂ હાજર રહેવાની રજા આપી છે. જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે જો તે 25 એપ્રિલે કોર્ટમાં હાજર નહીં થાય તો જરૂરી આદેશ આપવામાં આવશે. 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં એક મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શનિવારે જ્યારે કેસની સુનાવણી વિશેષ અદાલતમાં ચાલી રહી હતી, ત્યારે પ્રજ્ઞા ઠાકુરે તેના વકીલ દ્વારા ગેરહાજર રહેવા માટે અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભોપાલમાં સારવાર ચાલી રહી હોવાથી ગેરહાજરીની માંગણી સ્વીકારવી જોઈએ. અગાઉ 8 એપ્રિલે કોર્ટે તેને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પ્રજ્ઞા ઠાકુરના ડોક્ટર સાથે ચર્ચા કર્યા બાદ કોર્ટમાં આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર કોર્ટે તેને 20 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે, પરંતુ હવે વકીલોની છેલ્લી અરજી બાદ 25 એપ્રિલ છેલ્લી સમયમર્યાદા આપવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર વતી દાખલ કરવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ મુજબ, તેઓ ભોપાલથી મુંબઈની મુસાફરી કરી શકતા ન હોવાનો કોઈ ઉલ્લેખ નથી.


સ્પેશિયલ કોર્ટના જજ એ. કે. લાહોટીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, “અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પ્રજ્ઞા ઠાકુરને તેમના વકીલ દ્વારા સબમિટ કરવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ મુજબ છેલ્લી તક આપવી જોઈએ. જો તેઓ 25 એપ્રિલે કોર્ટમાં હાજર નહીં થાય તો તો અમે જરૂરી પગલાં લઈશું.”


ગયા મહિને કોર્ટે પ્રજ્ઞા ઠાકુર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, પરંતુ પ્રજ્ઞા ઠાકુરના વકીલે તેમની સ્થિતિ વિશે જાણ કર્યા પછી વોરંટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં તેની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ વકીલોએ કોર્ટને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button