India Postની આ સ્કીમમાં તમને થશે પાંચ લાખ રૂપિયાનો ફાયદો, અત્યારે જાણી લો પછી કહેતાં નહીં કે…

જો તમે પણ રોકાણ માટે કોઈ સુરક્ષિત અને સારું વળતર આપે એવી સ્કીમ શોધી રહ્યા હોવ તો ઈન્ડિયા પોસ્ટ (India Post)ની આ સ્કીમ તમારા કામની છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. સરકારની ગેરન્ટી હોવાને કારણે આ પ્રકારની સ્કીમમાં પૈસા ડૂબવાનું જોખમ લગભગ ના બરાબર જ હોય છે. આજે અમે તમને અહીં આવી જ એક મહત્ત્વની સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આ સ્કીમ એટલે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC). આ સ્કીમમાં એક વખત કરવામાં આવેલા રોકાણથી જ તમે લાખો રૂપિયા કમાવી શકો છો, ચાલો જાણીએ આખું ગણિત…
મધ્યમ વર્ગીય વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની મહેનતા પૈસા સુરક્ષિત તો રહે જ પરંતુ તેની સાથે સાથે તેને એના પર સારું એવું વળતર પણ મળે. ઈન્ડિયા પોસ્ટની એનએસસી સ્કીમ આવી જ એક સ્કીમ છે. આ સ્કીમ પર સરકાર 7.7 ટકાનું વ્યાજ આપે છે અને તે દર વર્ષે કંપાઉન્ડ થઈને વધતું રહે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આખું વ્યાજ મેચ્યોરિટી સમયે એક સાથે મળે છે, એટલે કે તમારા પૈસા સતત વધતા રહે છે અને પાંચ વર્ષ બાદ એક સારી રકમ તમારા હાથમાં આવે છે.
આ પણ વાંચો: India Postની આ સ્કીમમાં દર મહિને પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરીને ઊભું કરો 10 લાખ રૂપિયાનું ફંડ…
હવે વાત કરીએ કે કઈ રીતે તમે આ સ્કીમથી લાખો રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો એની. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો તમે એનએસસીમાં એક વખતમાં 11,00,000 રૂપિયાનું રોકાણ કરો છો તો 7.7 ટકાના વાર્ષિક કંપાઉન્ડિંગ ઈન્ટરેસ્ટ બાદ તમને 15,93,937 રૂપિયા પાછા મળશે. આ રકમમાંથી 4,93,937 રૂપિયા તો માત્ર વ્યાજના હશે, એટલે કોઈ પણ પ્રકારના રિસ્ક વિના પાંચ વર્ષમાં પાંચ લાખ રૂપિયાનો સીધેસીદો ફાયદો. જો રોકાણની રકમ વધારશો એટલું રિટર્ન પણ વધારે મળશે.
જો તમારી પાસે એટલું મોટું રોકાણ નથી તો તમે 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. એનએસસીમાં તમે 1000 રૂપિયાથી પણ ખાતું શરૂ કરી શકો છો અને એમાં વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી નક્કી કરવામાં આવી. આ સિવાય આ સ્કીમ હેઠળ તમે તમારા બાળકોનું ખાતું પણ ખોલી શકો છો.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરો અને 1 વર્ષમાં બનો લાખોપતિ!
એનએસસીના મહત્ત્વના નિયમ વિશે વાત કરીએ તો પાંચ વર્ષ પહેલાં તમે આ ખાતું બંધ કરી શકતા નથી અને જો કોઈ કારણ અનુસાર વચ્ચે જ ખાતું બંધ કરવું પડે એમ હોય તો તમને માત્ર તમારી મૂળ રકમ જ પાછી મળશે અને એના પર કોઈ વ્યાજ નહીં ચૂકવવામાં આવે. આ સ્કીમનો પૂરેપૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તમે લોક ઈન પીરિયડ પૂરો કરો છો.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે એનએસસી એ રોકાણ માટે એક સુરક્ષિત વિકલ્પ તો છે જ પણ એની સાથે સાથે તે તમારો ટેક્સ બચાવવામાં પણ મહત્વનો રોલ પ્લે કરે છે. આઈટીના સેક્શન 80સી હેઠળ આ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણ પર એક ફાઈનાન્શિયલ યરમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે. જો તમે પણ તમારો ટેક્સ બચાવવા માંગો છો તો આ સ્કીમ તમારા માટે ડબલ ફાયદાનો સોદો સાબિત થશે.
છે ને એકદમ ફાયદાની વાત? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી શેર કરીને રોકાણ માટેની બેસ્ટ સ્કીમ વિશે ચોક્કસ જાણ કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



