
જયપુરઃ ભારત આવેલી પોપસ્ટાર દુઆ લીપા તાજેતરમાં રાજસ્થાનમાં વેકેશનની મોજ માણતી જોવા મળી હતી. રાજસ્થાનના રસ્તાઓ પર આરામથી હરતા ફરતા જોવા મળેલી લીપા દુઆના ફોટોગ્રાફ્સ પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે
દુઆ લીપા રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ તેના મસ્ત ફોટોગ્રાફ પાડેલા છે, જે શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે, જ્યારે તેને કારણે ભારતમાં આ પોપસ્ટાર જાણીતી બની છે.

દુઆ લીપાએ રાજસ્થાનના વિવિધ ટૂરિસ્ટ લોકેશનની સાથે હોટેલના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યાં છે, જેમાં એક તસવીરમાં લીપા બ્લુ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળે છે, જ્યારે ફોટોગ્રાફમાં પણ દુઆ એકદમ ખુશખુશાલ જોવા મળે છે.

અન્ય એક તસવીરમાં પોપ સિંગર રેડ કલરના જેકેટ અને બ્લેક ગોગલ્સમાં જોવા મળે છે, જેમાં તેનો લૂક એકદમ ઈમ્પ્રેસિવ લાગે છે.
દુઆની તસવીરોને તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર શેર કર્યાં છે, જેમાં કેપ્શનમાં લખ્યું છે કે મારાતરફથી સૌને હેપ્પી હોલિડે. તમામ લોકોને અઢળક પ્રેમ. હું તમને લોકોને અઢળક પ્રેમ મોકલું છું.
દુઆ લીપાના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકો અવનવી પ્રતિક્રિયા આપીને તેની વધાવી હતી. જોઈ લો પોપસ્ટારની મોજમસ્તી.