નેશનલ

પાકિસ્તાનથી પરત ફરેલા બીએસએફ જવાનની પત્નીની પ્રતિક્રિયા, કહ્યું પહેલા ઓળખી શકી ન હતી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો છે. જેની બાદ તેમના પરિવારના ખુશીનો માહોલ છે.

પૂર્ણમ કુમારની પત્ની રજનીએ કહ્યું હતું કે આજનો દિવસ મારી માટે ખુશીનો દિવસ છે. સવારે બીએસએફ હેડક્વાર્ટરથી ફોન આવ્યો હતો કે પૂર્ણમ આવી ગયા છે.

આપણ વાંચો: અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત! જાણો બન્ને દેશોએ શું કહ્યું?

પહેલા તો હું તેમને ઓળખી શકી ન હતી

પૂર્ણમના પત્ની રજનીએ જણાવ્યું કે, 22 દિવસ બાદ મે તેમને વિડીયો કોલ પર નિહાળ્યા હતા. પહેલા તો હું તેમને ઓળખી શકી ન હતી. તેમની દાઢી વધેલી હતી. તેમણે કહ્યું ચિંતા ના કરો હું બિલકુલ સારો છું. મારો મેડિકલ ટેસ્ટ થયો છું. હું જમીને બપોરે ત્રણ વાગ્યે ફોન કરું છું. તેમજ જે જ્યારે ઘરે આવશે ત્યારે તેમને મનગમતુ ભોજન બનાવીને જમાડીશ.

રજનીએ આગળ જણાવ્યું હતું કે હું બહુ ખુશ છું. અમે લોકોએ વધુ દિવસ થયા હોવાથી આશા છોડી દીધી હતી. પરંતુ યુદ્ધ વિરામ થયો અને તે ત્રણ દિવસમાં પરત આવી ગયા.

આપણ વાંચો: આજનું રાશિભવિષ્ય (09/05/2025): ભારત અને પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે આજનું તમારું ભવિષ્ય શું કહે છે જાણો?

મને બોલાવવામાં આવશે તો હું ચોક્કસ જઇશ

રજનીએ વધુમાં જણાવ્યું કે, હું પહેલા સીએમ મમતા બેનર્જીનો આભાર માનું છું. તે છેલ્લા ચાર દિવસથી સતત મારા ખબર અંતર પૂછી રહ્યા છે. તેની બાદ મને કલ્યાણ સર અને ચેરમેન વિજય મિશ્રા સરનો ફોન આવ્યો હતો.

આ તમામ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મમતા બેનર્જીએ મને મારી સારવાર અંગે પણ પૂછ્યું હતું. હું તમામનો આભાર માનું છું. બધાએ કહ્યું હતું કે તમારા પતિ પરત ફરશે અને તમને બોલવવામાં આવશે. જો મને બોલાવવામાં આવશે તો હું ચોક્કસ જઇશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button