Top Newsનેશનલ

દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્…

નવી દિલ્હી: હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ઉત્તરી પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સ્નો ફોલની સીધી અસર દિલ્હીના હવામાન પર જોવા મળી રહી છે, જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડક અનુભવાઈ રહી છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી બની ગયું છે.

પહાડો પરથી આવતી ઠંડી હવાઓને લીધે દિલ્હીમાં ઠાર વધ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દિલ્હી આજે સવારે પણ ઘુમ્મસનું વાતાવરણ યથાવત્ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 20 થી 24 નવેમ્બર દરમિયાન દિલ્હીનું વાતાવરણ ઘુમ્મસ ભર્યુ રહેશે. આ પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 થી 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઠંડીની સાથે સાથે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના આંકડા અનુસાર, બુધવારે દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં AQI 446 પર નોંધાયો હતો. જ્યારે આનંદ વિહારમાં 416 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે 400+ AQIનું સ્તર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. દિલ્હીના 39 કાર્યરત AQI મોનિટરિંગ સેન્ટરમાંથી 38 પર પ્રદૂષણનો રેડ એલર્ટ જોવા મળ્યો હતો, જ્યાં AQI 300 થી 500 ની વચ્ચે રહ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button