નેશનલ

દિલ્હીમાં ફરી પ્રદૂષણે માથું ઊંચક્યું, પાટનગર-NCRમાં GRAP-4 લાગુ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણે ફરી માથું ઊંચક્યું છે અને તે ખતરનાક સ્તરે પહોંચ્યું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. પ્રદૂષણનાં વધતાં સ્તરને લઈને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ દિલ્હી-NCRમાં GRAP 3 લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ સમયગાળા દરમિયાન, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ રહેશે. આ સિવાય કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના ઓફિસના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે છે. ગ્રેપ-3 હેઠળ, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગરની શાળાઓ, પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઑનલાઇન અને ઑફલાઇન બંને મોડમાં ચાલશે.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણને નાથવા ડ્રોનની મદદ; ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બોલશે તવાઈ

GRAP-3 હેઠળ કયા નિયમો લાગુ?
GRAP-IIIના અમલ બાદ ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. જે અંતર્ગત દિલ્હી અને એનસીઆરમાં બાંધકામ અને ડિમોલિશનના કામો બંધ કરવામાં આવશે. તે ઉપરાંત બાંધકામ સામગ્રી વહન કરતા વાહનો પર પ્રતિબંધ રહેશે અને આવા વાહનોને દિલ્હી-એનસીઆરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ હોવાથી તેમને દિલ્હી અને NCRમાં ચલાવવા દેવામાં આવશે નહીં. તે ઉપરાંત દિલ્હીમાં આંતર-રાજ્ય બસોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

શાળાઓના શિક્ષણને અસર
આ સુધારેલી માર્ગદર્શિકા હેઠળ, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરની શાળાઓ અને કોલેજોએ ગ્રેપ-3 હેઠળ વર્ગ 5 સુધીના વર્ગોને હાઇબ્રિડ લર્નિંગ મોડલમાં શિફ્ટ કરવા જરૂરી છે. જ્યાં ઓનલાઈન શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હશે ત્યાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પાસે વર્ચ્યુઅલ લર્નિંગ પસંદ કરવાનો વિકલ્પ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button