દિલ્હીમાં પ્રદુષણ Very Poor કેટેગરીમાં, આજથી લાકડા અને કોલસા સળગાવવા પર પ્રતિબંધ
નવી દિલ્હી: દર વર્ષે ઠંડીની શરૂઆત થતા જ દિલ્હીની હવા ઝેરી બની જતી હોય છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર Very Poor કેટેગરીમાં પહોંચી ગયું છે. મંગળવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 318 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીની હવા આજે સૌથી વધુ ખરાબ નોંધાઈ છે. દિલ્હીના આનંદ વિહારમાં 377નો AQI નોંધાયો, જે દિલ્હીના કોઈપણ વિસ્તારથી વધુ ખરાબ છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઇ ગઈ હતી. અહેવાલ મુજબ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે અને આંખોમાં બળતરા થઈ રહી છે.
દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો બીજો તબક્કો (GRAP 2) લાગુ કરવામાં આવ્યો છે, જેમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ખુલ્લા ભોજનાલયોમાં તંદૂરમાં લાકડા કે કોલસાનો ઉપયોગ નહીં થઇ શકે, તેમજ ડીઝલ જનરેટર સેટ (ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ સિવાય) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Also Read – Cyclone Dana : 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યએ ત્રણ દિવસ શાળા બંધ રાખવા આદેશ આપ્યો
વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીના 16 વિસ્તારો રેડ ઝોનમાં છે. આ વિસ્તારમાં હવા ખૂબ જ ખરાબ છે. આ વિસ્તારોમાં અલીપુર, આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, બુરારી, દ્વારકા સેક્ટર 8, આઈજીઆઈ એરપોર્ટ, જહાંગીરપુરી, મુંડકા, નજફગઢ, નરેલા, પંજાબી બાગ, રોહિણી, શાદીપુર, સોનિયા વિહાર અને વજીરપુરનો સમાવેશ થાય છે.
શિયાળાના મહિનાઓ દરમિયાન, પવનની પછી ગતિ, તાપમાનમાં ઘટાડો, ભેજનું ઊંચું સ્તર સહિતના ઘણા પરિબળોના સંયોજનને કારણે દિલ્હીમા પ્રદૂષણની સમસ્યા બધી જાય છે.