Top Newsનેશનલ

દિલ્હી પર પ્રદૂષણનો ખતરો યથાવત્: હવાઈ સેવા પર ગંભીર અસર, હવામાન વિભાગે આપી ચેતવણી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર પ્રદૂષણ ખતરો યથાવત્ છે. દિલ્હીમાં ફરી ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ ઝીરો થઈ ગઈ છે, તો બીજી તરફ પ્રદૂષણનું સ્તર પણ ખતરનાક શ્રેણીમાં પહોંચી ગયું છે. કુદરતી ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના મિશ્રણને કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતા જોતા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.

ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી રહી છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ‘લો-વિઝિબિલિટી પ્રોસીજર’ (LVP) લાગુ કરવામાં આવી છે. જોકે ફ્લાઈટ્સ ચાલુ છે, પરંતુ મુસાફરોને એરપોર્ટ પર ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પણ વાહનોની ગતિ થંભી ગઈ છે, વાહનચાલકો હેડલાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્થિતિમાં પહોંચ્યો છે. ખાસ કરીને ITO વિસ્તારમાં AQI 429 નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. આનંદ વિહાર, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. નિષ્ણાતોએ વૃદ્ધો, બાળકો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

છેલ્લા બે દિવસમાં ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા રદ કરવામાં આવી છે. શુક્રવારે જ 177 ફ્લાઈટ્સ રદ થઈ હતી, જ્યારે 500 થી વધુ ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા મોડી હતી. મુસાફરોની હાલાકી જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓ માટે કડક સૂચનાઓ જારી કરી છે. જેમાં

ધુમ્મસની આ સમસ્યા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી. એર ઇન્ડિયા અને ઈન્ડિગો જેવી કંપનીઓએ જણાવ્યું છે કે અમૃતસર, ચંદીગઢ, લખનૌ, વારાણસી અને પટના જેવા શહેરોમાં પણ ગાઢ ધુમ્મસને કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો…-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતીત, એમસીડીને કરી આ ભલામણ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button