નેશનલ

Loksabha Election 2024 : આ રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે મતદાનનો સમય બદલાયો, કોંગ્રેસની માંગ પર ચૂંટણી પંચે લીધો નિર્ણય

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજવવાનું છે. જો કે આ દરમ્યાન દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટ વેવની આગાહી કરી છે. કાળઝાળ ગરમીના કારણે પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં તફાવત જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણામાં મતદાનના સમયમાં ફેરફાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ બે દિવસ પૂર્વે આ મામલે ચૂંટણી પંચને અરજી કરી હતી. ગરમીના કારણે લોકો મતદાન કરવાનું ટાળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગે પણ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન

તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે 13 મેના રોજ મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેલંગાણા રાજ્યમાં મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે. અગાઉ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હતો, પરંતુ હવે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. તેલંગાણામાં 17મીએ કરીમનગર, નિઝામાબાદ, ઝહીરાબાદ, મેડક, મલકાજગીરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબૂબનગર, નાગરકુર્નૂલ નાલગોંડા અને ભોંગિર લોકમાં મતદાન થવાનું છે.

4 મેથી રાજ્યમાં હીટ વેવને લઇને રેડ એલર્ટ જાહેર

ચૂંટણી પંચની નવી સૂચનાઓ અનુસાર, આદિલાબાદ લોકસભા સીટની પાંચ વિધાનસભા સીટ, પેડ્ડાપલ્લે સીટની ત્રણ, વારંગલ (SC) સીટની છ, મહેબુબાબાદ (ST) સીટની ત્રણ અને ત્રણ વિધાનસભા સીટ પર પણ મતદાનનો નવો સમય લંબાવવામાં આવશે. ખમ્મમ લોકસભા સીટની પાંચ વિધાનસભા સીટ લાગુ થશે. હવામાન વિભાગે 4 મેથી રાજ્યમાં હીટ વેવને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી

બે દિવસ પહેલા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજને ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનનો સમય વધારવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે 13 વિધાનસભા મતવિસ્તારો સિવાય મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે, જ્યારે 17 સંસદીય મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ચૂંટણી યોજાશે. કોંગ્રેસે મતદાનનો સમય ઓછામાં ઓછો એક કલાક વધારવાની માંગ કરી હતી.

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના પહેલા બે તબક્કાનું મતદાન અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. આગામી તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. લોકસભાની ચૂંટણી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાશે અને 4 જૂને મતગણતરી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button