નેશનલ

સ્વાતિ માલીવાલે સાથે મારપીટ બાદ રાજકારણ ગરમાયું, રાજ્ય સભા સાંસદ પદેથી રાજીનામું આપવાનો કર્યો સ્પષ્ટ ઈનકાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારપીટની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સ્વાતિ માલીવાલે રાજ્ય સભા સાંસદ પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની સીટ ખાલી કરવાના સવાલ પર સ્વાતિ માલીવાલે કહ્યું, ‘જો તેઓ મારી રાજ્યસભાની સીટ પાછી ઈચ્છતા હોય, જો તેમણે પ્રેમથી માંગી હોત તો મેં મારો જીવ આપી દીધો હોત, સાંસદ બહુ નાની વાત છે. .મેં મારી આખી કારકિર્દીમાં ક્યારેય કોઈ પદની ઈચ્છા દર્શાવી નથી. હું પોસ્ટ વગર પણ કામ કરી શકું છું. પરંતુ જે રીતે તેઓએ મને માર માર્યો છે, હવે દુનિયાની ગમે તેટલી તાકાત લગાવે તો પણ, હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપીશ નહીં.

આ પણ વાંચો: સ્વાતિ માલીવાલ અને બિભવ કુમાર વચ્ચે થયેલી મારપીટ મામલે CM કેજરીવાલે પહેલીવાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે સ્વાતિને પૂછવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે કદાચ તમને કહેવામાં આવ્યું છે કે તમારે તમારી રાજ્યસભાની સીટ છોડવી પડશે, તે સીટ કોઈ ખાસ વકીલ માટે જરૂરી છે. શું આ મુદ્દો હતો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘જો તે મારી રાજ્યસભાની સીટ પાછી ઇચ્છતા હોય, જો તેમણે પ્રેમથી માંગી હોત તો મેં મારો જીવ આપી દીધો હોત, સાંસદ બહુ નાની વાત છે. મેં મારી આખી કારકિર્દીમાં ક્યારેય કોઈ પદની ઈચ્છા દર્શાવી નથી. મેં 2006 માં મારી એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી અને જ્યારે કોઈ આપને ઓળખતું પણ ન હતું ત્યારે જોડાઈ હતી.અમે માત્ર ત્રણ જ લોકો હતા. હું તેમાંથી એક હતી. ત્યારથી હું કામ કરું છું. મેં જમીન પર કામ કર્યું છે. 2006 થી 2012 સુધી મેં તમામ કામગીરી કરી છે. હું સૌથી અગ્રણી લોકોમાંની એક હતી.

તેમણે કહ્યું, ‘મને સાંસદ પદની કોઈ લાલસા નથી. જો તેમણે મારી સાથે પ્રેમથી વાત કરી હોત તો હું કોઈપણ સંજોગોમાં રાજીનામું આપી દેત, મને કોઈ વાંધો નથી. મને નથી લાગતું કે હું કોઈ પદ સાથે બંધાયેલી છું. મેં ઘણું કામ કર્યું છે અને હું પદ વગર પણ કામ કરી શકું છું, પરંતુ જે રીતે તેઓએ મને જે રીતે માર માર્યો છે, હવે દુનિયાની કોઈપણ તાકાત લગાવી દે હું કોઈપણ સંજોગોમાં રાજીનામું આપીશ નહીં.

આ પણ વાંચો: Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ કેસને લઈને રાજકારણ ગરમાયું, AAPની ભાજપ હેડક્વાર્ટર સુધી કૂચ

સ્વાતિ માલીવાલે કહ્યું, ‘મને સમજ પડી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ કારણે મારૂ ચરિત્ર હનન કરવામાં આવી રહી છે, વિક્ટિગ શૅમિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ હું બિલકુલ રાજીનામું નહીં આપું. હું હાલમાં સંસદમાં સૌથી યુવા મહિલા સાંસદ છું અને હું ખૂબ જ મહેનત કરીશ, હું ખૂબ જ સમર્પણ સાથે કામ કરીશ અને એક આદર્શ સાંસદ કેવો હોય છે તે હું બનીને બતાવીશ.

સ્વાતિ માલીવાલને પૂછવામાં આવ્યું કે, રાઘવ ચઢ્ઢા પાછા ફર્યા છે, શું તેમણે તમારો સંપર્ક કર્યો? જવાબમાં તેમણે કહ્યું, ‘પાર્ટીમાં માત્ર સંજય સિંહે જ મારી સાથે વાત કરી છે કારણ કે મને લાગે છે કે તેમને આવું કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાકી પાર્ટીમાં બધાએ એકબીજા સાથે વાત કરી. ઘણા લોકોએ મારા નજીકના મિત્રો સાથે પણ વાત કરી હતી પરંતુ મારી સાથે માત્ર સંજય સિંહે જ વાત કરી છે.

સ્વાતિને પૂછવામાં આવ્યું કે, એવા અહેવાલો છે કે ત્રણ લોકોને તેમની રાજ્યસભાની બેઠકો ખાલી કરવાની વિનંતી કે આદેશ આપવામાં આવ્યો છે, એક તમે, બીજા રાઘવ ચઢ્ઢા અને ત્રીજા હરભજન સિંહ. સાચુ શું છે? તેમણે જવાબ આપ્યો,કે ‘હું તમને અંગત રીતે કહી શકું છું, મારી સાથે આવું કંઈ થયું નથી. મેં કહ્યું તેમ, જો તમે મારી સાથે પ્રેમથી વાત કરી હોત, તો મેં મારો જીવ છોડી દીધો હોત, રાજ્યસભાની બેઠક બહુ નાની વાત છે.

ઈન્ટર્વ્યું દરમિયાન તેમના પર થયેલા હુમલાના સવાલ પર સ્વાતીએ કહ્યું, ‘હું 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. ત્યાંના સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી અને કહ્યું કે અરવિંદજી ઘરે છે અને મને મળવા આવી રહ્યા છે. તેમાંથી, વિભવ કુમાર, જે તેના પીએસ હતા, ત્યાં ગુસ્સે થઈને આવે છે. મેં તેમને પણ કહ્યું કે શું થયું, અરવિંદ જી આવી રહ્યા છે, શું થયું. ત્યારે જ તેમણે મારપીટ શરૂ કરી દીધી.

સ્વાતિએ કહ્યું, ‘તેમણે (વિભવે) મને પૂરા જોરથી 7-8 થપ્પડ મારી દીધી. જ્યારે મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારો પગ પકડીને મને નીચે ખેંચી લીધી, જેના કારણે મારું માથું સેન્ટર ટેબલ સાથે અથડાયું. હું નીચે પડી ગઈ અને પછી તેઓએ મને લાત મારવાનું શરૂ કર્યું. હું જોર જોરથી બૂમો પાડી રહી હતી અને મદદ માંગી રહી હતી પણ કોઈ મદદ કરવા આવ્યું ન હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી