નેશનલ

આતંકવાદનો ખાત્મો બોલાવવામાં રાજકીય ફાયદો ન જોવો જોઇએ: UNGAમાં વિદેશપ્રધાન એસ જયશંકર

વિદેશપ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોરોના કાળ બાદ વિશ્વ સામે મોટા પડકારો છે. વિકાસશીલ દેશો પર સૌથી વધુ દબાણ છે. વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું, ભારત તરફથી નમસ્તે.. વિશ્વાસના પુનર્નિર્માણ અને વૈશ્વિક એકતાને ફરી જગાવવા માટે UNGA ને અમારું સંપૂર્ણ સમર્થન છે. આ અમારી આકાંક્ષાઓને વ્યક્ત કરવા ઉપરાંત અમારી સિદ્ધિઓ અને પડકારોની સમીક્ષા કરવાની એક તક અને લક્ષ્ય છે.

“દુનિયા ઉથલપાથલોથી ભરેલા એક અપવાદ સમાન સમયગાળાને જોઇ રહી છે. ભારતે એક અસાધારણ જવાબદારીની ભાવના સાથે G20નું પ્રમુખપદ સંભાળ્યું. ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય’ના અમારા વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો કારણ કે ઘણા લોકોની મુખ્ય ચિંતા માત્ર થોડા લોકોના સંકુચિત હિતો છે…” તેમ વિદેશપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું.

વિદેશપ્રધાને આગળ જણાવ્યું, “વૃદ્ધિ અને વિકાસે સૌથી વંચિત લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ એવું માનીને અમે ગ્લોબલ સાઉથ સમિટ બોલાવીને તેની અધ્યક્ષતા કરી. આનાથી અમે દુનિયાના 125 દેશોને સીધા જ સાંભળ્યા અને તેમની ચિંતાઓને જી-20ના એજન્ડામાં અમે સમાવ્યા. વૈશ્વિક સ્તરે ધ્યાન આકર્ષિત કરનારા મુદ્દાઓ પર નિષ્પક્ષ સુનાવણી થઇ અને વિચારોના આદાન-પ્રદાનથી એવા પરિણામો નીકળ્યા કે જેમનું આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વ છે.

આફ્રિકાના સંઘદેશોને જી-20ના સ્થાયી સભ્ય બનાવીને અમે એક આખા મહાદ્વીપનો અવાજ બન્યા, જે તેમના હક માટે વંચિત હતા.”

આ પછી વિદેશપ્રધાન એસ જયશંકરે ઉમેર્યું, “હજુ પણ કેટલાક એવા દેશો છે જે એજન્ડા ઘડે છે અને માપદંડોને પરિભાષિત કરે છે, પરંતુ તેવું કાયમ નથી રહેવાનું. એક નિષ્પક્ષ, ન્યાયસંગત, અને લોકતાંત્રિક વ્યવસ્થા નિશ્ચિતપણે સામે આવશે જ્યારે આપણે સૌ તેના પર ધ્યાન આપીશું અને શરૂઆત માટે, આનો અર્થ એ સુનિશ્ચિત કરવાનો છે કે નિયમ બનાવનારાઓ નિયમ માનનારા લોકોને પોતાના વશમાં ન કરે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button