આપણું ગુજરાતનેશનલ

બિલ્કીસ બાનો કેસમાં નવ દોષિતો ગુમ દરેકના ઘરની બહાર પોલીસ તહેનાત કરવામાં આવી…..

બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11માંથી નવ ગુનેગારો ફરાર છે. તેમજ તેમના પરિવારના સભ્યો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. સોમવારે 8 જાન્યુઆરી, 2024ના રોજ આ કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા બાદ જ્યારે કેટલાક મીડિયા કર્મીઓ ગુજરાતના દાહોદમાં ગુનેગારોના ગામ રાધિકાપુર અને સિંગવડ પહોંચ્યા, ત્યારે તેમના ઘરો બંધ જોવા મળ્યા હતા.

એક દોષિતના પિતાએ તો એવો પણ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર નિર્દોષ છે. અને તેના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે રાજકીય છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર તો એક અઠવાડિયા પહેલા જ ઘર છોડીને જતો રહ્યો હતો. તેમજ મારો પુત્ર જેલમાંથી છૂટ્યા બાદ કંઈ જ કરતો નથી ત્યારે તે અયોધ્યમાં જઈને પ્રભુ રામની સેવા કરે તવું હું ઈચ્છું છું. મારો પુત્ર કોઈ ગેરકાયદેસર રીતે જેલમાંથી બહાર નથી આવ્યો. તેને કાયદાકીય પ્રક્રિયા મુજબ મુક્ત કરવામાં આવ્યો હતો અને હવે કાયદાએ તેને અંદર પાછા જવા કહ્યું છે, તે છેલ્લા 20 વર્ષથી જેલમાં છે, તેથી પરિવાર માટે આ નવી વાત નથી. તેમજ અમે હિન્દુ ધર્મમાં માનીએ છીએ અને મારો પુત્ર ક્યારેય કોઈ ગુનો કરે એવો નથી.

એ જ રીતે અન્ય એક દોષિત રાધેશ્યામ શાહ પણ લગભગ 15 મહિનાથી ઘરે નથી. તેમના પિતા ભગવાનદાસ શાહે દાવો કર્યો હતો કે તેઓ તેમના પુત્ર વિશે કંઈ જ જાણતા નથી. તે તેની પત્ની અને પુત્રને લઈને ક્યાં ગયો એ કંઈ જ ખબર નથી. આ કેસમાં અન્ય એક આરોપી પ્રદીપ મોઢિયા પણ હાલમાં ગુમ છે. તેમજ ગ્રામજનોનું કહેવું છે કે હવે આ ગુનેગારો કોઈના હાથમાં આવે તેમ નથી તે બધાના ઘર બંધ છે. અને આ બધા અત્યારે ફરાર છે.

જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દરેક ગુનેગારોના ઘરની બહાર એક કોન્સ્ટેબલને તહેનાત કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા. તે સમયે બિલકિસ બાનો સામૂહિક બળાત્કારનો શિકાર બની હતી. સામૂહિક બળાત્કારના આ કેસમાં રાજ્ય સરકારે 11 દોષિતોની સજા માફ કરવાનો નિર્ણય આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો.

સર્વોચ્ચ અદાલતે દોષિતોની સ્વતંત્રતાની સુરક્ષા અને તેમને જેલની બહાર રાખવાની અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે જ્યાં કાયદાના શાસનને લાગુ કરવાની જરૂર છે ત્યાં કરુણા અને સહાનુભૂતિની કોઈ ભૂમિકા નથી. કાયદામાં લોકોનો વિશ્વાસ જળવાય તે ખૂબજ જરૂરી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker